નિવેદન/ સમજૂતી કરાર નહી થાય ત્યાં સુધી ચીન સાથે સરહદ વિવાદ ચાલુ રહેશે : સેના પ્રમુખ એમએમ નરવણે

ચીન સાથે ભારતનો સરહદી વિવાદ હજુ પણ વણઉકેલાયેલો છે.ભૂતકાળમાં આપણે જે પણ દુર્ઘટનાનો સામનો કર્યો હોય તેવો સામનો કરવા માટે ફરીથી તૈયાર છીએ

Top Stories
army સમજૂતી કરાર નહી થાય ત્યાં સુધી ચીન સાથે સરહદ વિવાદ ચાલુ રહેશે : સેના પ્રમુખ એમએમ નરવણે

 ભારત અને ચીન વચ્ચે સરહદ પર બનેલી ઘટનાઓ બંને દેશો વચ્ચે સરહદ સમજૂતી ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં એક સભાને સંબોધતા આર્મી ચીફે નરનવણે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતીય સેના અફઘાનિસ્તાનમાં તાજેતરની સ્થિતિ પર પણ નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી સેના એક રણનીતિ તૈયાર કરી રહી છે.

ચીન પર ચર્ચા કરતી વખતે તેમણે કહ્યું કે ચીન સાથે ભારતનો સરહદી વિવાદ હજુ પણ વણઉકેલાયેલો છે.ભૂતકાળમાં આપણે જે પણ દુર્ઘટનાનો સામનો કર્યો હોય તેવો સામનો કરવા માટે ફરીથી તૈયાર છીએ. તેમણે કહ્યું કે લાંબા ગાળાનો ઉકેલ ન મળે ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે.જ્યાં સુધી સમજૂતી કરાર નહીં થાય ત્યાં સુધી આવી પરિસ્થિતિ રહેશે,  બંને દેશોએ સરહદ પર શાંતિ જાળવવા માટે મજબૂત પ્રયાસ કરવા જોઈએ.

અમારી પાસે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી ગ્રીડ છે. તે એક ગતિશીલ ગ્રીડ છે અને તે આપણા પાડોશી પાકિસ્તાન દ્વારા શક્ય તેટલા આતંકવાદીઓને મોકલવાના  પ્રયાસો પર ચાંપતી નજર રાખીએ છે. તેમણે કહ્યું કે અસ્થિરતાના આધારે અમે અમારા ઓપરેશનના સ્તરનું પણ વારંવાર મૂલ્યાંકન કરતા રહીએ છીએ.