Botad News/ ટિકિટ વિવાદમાં બોટાદ શહેર ભાજપ પ્રમુખ પર હુમલો

વિવાદ દરમિયાન પરિસ્થિતિ એટલી ઉગ્ર બની કે હુમલો(Attacked) થયો હોવાનું જણાવાય છે

Gujarat Others
ટિકિટ વિતરણને લઈને આંતરિક વિવાદ હિંસક અથડામણ અને હુમલા (Attacked)સુધી પહોંચી ગયો હતો

Botad News : બોટાદ શહેરમાં ભાજપ સંગઠન સાથે જોડાયેલી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ટિકિટ વિતરણને લઈને આંતરિક વિવાદ હિંસક અથડામણ અને હુમલા (Attacked)સુધી પહોંચી ગયો હતો. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નજીક બનેલી આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

માહિતી મુજબ, શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા અને ભાજપ આગેવાન ભૂપત ચૌહાણ વચ્ચે ટિકિટ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂપત ચૌહાણ પોતાના દીકરાને ટિકિટ મળે તે માટે શહેર પ્રમુખ પર દબાણ કરી રહ્યા હતા, જેના કારણે વિવાદ વધતો ગયો.

વિવાદ દરમિયાન પરિસ્થિતિ એટલી ઉગ્ર બની કે હુમલો(Attacked) થયો હોવાનું જણાવાય છે, જેમાં કિરીટ પાટીવાળાને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ભાજપના અન્ય એક કાર્યકરને પણ સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે.

હુમલા (Attacked) બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ

ઘટના બાદ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ પક્ષની આંતરિક મતભેદોને જાહેરમાં લાવી દીધા છે અને આવનારી ચૂંટણીના સંદર્ભમાં તેને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


આ પણ વાંચો:ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિની હરિયાણા પોલીસ દ્વારા અટકાયત

આ પણ વાંચો:સાવલી તાલુકા પંચાયતમાં ફોર્મ ભરતી વખતે બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી

આ પણ વાંચો:નયના પરમારે ભાજપના ખેસ સાથે અપક્ષમાંથી ફોર્મ ભર્યું