Shocking/ બોક્સર પત્નીએ Base Ball બેટથી પતિની કરી હત્યા, 19 વખત કર્યો હુમલો

એક પ્રોફેશનલ મહિલા બોક્સરે તેના પતિની એવી રીતે હત્યા કરી જે જાણીને તમારુ પણ કાળજુ કાપી જશે. આરોપી પત્ની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને પુરાવા રજૂ થયા બાદ તેનું બચવું મુશ્કેલ દેખાઇ રહ્યુ છે.

Ajab Gajab News
11 2022 01 29T142142.852 બોક્સર પત્નીએ Base Ball બેટથી પતિની કરી હત્યા, 19 વખત કર્યો હુમલો

એક પ્રોફેશનલ મહિલા બોક્સરે તેના પતિની એવી રીતે હત્યા કરી જે જાણીને તમારુ પણ કાળજુ કાપી જશે. આરોપી પત્ની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને પુરાવા રજૂ થયા બાદ તેનું બચવું મુશ્કેલ દેખાઇ રહ્યુ છે. 35 વર્ષીય બોક્સર વિવિયન ઓબેનોફ પર તેના પતિ અને એક પ્રખ્યાત સ્વિસ રેસ્ટોરન્ટનાં માલિકને બેઝબોલ ડંડાથી મારવાનો આરોપ છે. બોક્સરે તેના પતિનાં માથા પર બેઝબોલ વડે 19 વાર માર્યુ, જેના કારણે તેનું મોત નીપજ્યું.

11 2022 01 29T142437.527 બોક્સર પત્નીએ Base Ball બેટથી પતિની કરી હત્યા, 19 વખત કર્યો હુમલો

આ પણ વાંચો – OMG! / પાલતુ કૂતરા માટે માલિકેે Book કરાવી બિઝનેસ ક્લાસની Ticket

એક રિપોર્ટ અનુસાર, બોક્સર વિવિયન ઓબેનોફ નવેમ્બર 2020થી કસ્ટડીમાં છે. ઓબેનોફનો જન્મ બ્રાઝિલનાં રિયો ડી જાનેરો શહેરમાં થયો હતો, જ્યાં તેણે પહેલા ફૂટબોલ રમત રમી હતી અને પછી 18 વર્ષની ઉંમરે બોક્સિંગમાં જોડાઈ હતી. રમતમાંથી નિવૃત્તિ લીધા પછી, તેણે સ્વિટ્ઝર્લેન્ડમાં ગેસ્ટ્રોનોમી ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું અને બાદમાં પોતાનું જિમ ખોલ્યું. બોક્સરે હત્યાકાંડનાં લગભગ 10 મહિના પહેલા જાન્યુઆરી 2020 માં લગ્ન કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેના પતિનાં એપાર્ટમેન્ટની બીજી ચાવી માત્ર ઓબેનોફ પાસે જ હતી. કોઈએ બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, આવી સીધી શંકા બોક્સર પર જ થઈ રહી છે. આ સિવાય તપાસ એજન્સીને એવા ઘણા પુરાવા પણ મળ્યા છે, જે હત્યામાં બોક્સરની પત્નીની સંડોવણી તરફ ઈશારો કરે છે. ઓબેનોફ કહે છે કે, જ્યારે તેના પતિની હત્યા કરવામાં આવી ત્યારે તે તેના ઘરે ટીવી જોઈ રહી હતી, પરંતુ તેની કાર તેના પતિનાં એપાર્ટમેન્ટની બહાર જોવા મળી હતી.

11 2022 01 29T142624.027 બોક્સર પત્નીએ Base Ball બેટથી પતિની કરી હત્યા, 19 વખત કર્યો હુમલો

આ પણ વાંચો – OMG! / મહિલાનાં પેટને જોઇ ચોંકી ગયા લોકો, સોશિયલ મીડિયામાં ફોટા થયા વાયરલ

બોક્સરનાં પુત્રએ પોલીસને જણાવ્યું છે કે, મૃતદેહ પાસે જે બેઝબોલ બેટ મળ્યું છે તે તેની માતાનું છે. આ સાથે પોલીસને સ્થળ પરથી બોક્સરની વીંટી પણ મળી છે, જે તેને તેના પતિએ આપી હતી. ફોરેન્સિક તપાસમાં એ વાત પણ સામે આવી છે કે મૃતકનાં મોબાઈલમાં આરોપીનો DNA છે, જે હુમલા બાદ તૂટી ગયો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે મહિલાએ તેના પતિનાં માથા પર 19 વાર માર માર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. જો કે, વિવિયન ઓબેનોફ હજુ પણ તમામ આરોપોને નકારે છે. જો તેઓ દોષી સાબિત થાય તો તેમને ઓછામાં ઓછી 10 વર્ષની જેલ થઈ શકે છે.