અનોખું બાળક/ ગુજરાતમાં અહીં જન્મ્યું બે નાક વાળું બાળક, જોઇને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા

સાબરકાંઠા અજીબો ગરીબ ઘટના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાકવાળુ બાળક જન્મયું , બે નાકવાળા બાળકને તબીબની નિગરાની હેઠળ રખાયો..

Gujarat Others Trending
Untitled 37 1 ગુજરાતમાં અહીં જન્મ્યું બે નાક વાળું બાળક, જોઇને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા

@દિપકસિંહ રાઠોડ

સામાન્ય રીતે કોઈપણ પરણિત મહિલા શેર માટીની ખોટ પુરી કરવા માટે બનતા તમામ પ્રયાસ કરીને તેમાં સફળતા મેળવે છે પણ જ્યારે માતાના ઉદરમાં ઉછરી રહેલુ બાળક ખોડખાંપણવાળુ અથવા તો જરૂર કરતા વધુ એક અંગ ધરાવતુ હોવા છતાં તેની માતા બાળકને હેમખેમ ગર્ભમાં વિકસાવી ગાયનેક તબીબની મદદથી ઓપરેશન કરાવી બાળકને જન્મ આપ્યા બાદ આ બાળક બે નાક ધરાવતું હતુ.

જેથી તેને હિંમતનગરના સહકારીજીન વિસ્તારમાં આવેલ બાળકોની હોસ્પિટલમાં દાખલ કરાયું હતુ. જ્યાં આ બાળકના બે નાક જોયા પછી બાળકના પરિવારને હિંમત આપીને આ બાળકને પોતાની હોસ્પિટલમાં સારસંભાળ રાખી રહ્યા છે. તેના પરથી એવુ લાગે છે કે કુદરતના કરિશ્માના આ પડકારને તબીબે જીલી લીધો હોય તેવું લોકોનું માનવું છે.

Untitled 37 2 ગુજરાતમાં અહીં જન્મ્યું બે નાક વાળું બાળક, જોઇને ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા

આ અંગે સરકારીજીન વિસ્તારમાં માનસ નામની બાળકોની હોસ્પિટલમાં ધરાવતા ડો. ધવલ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતુ કે પ્રતિ ૮ હજારથી ૧૫ હજાર બાળકોમાં એક બાળક બે નાકવાળુ જન્મે છે. જેમાં તેના જરૂરી શરીરના અંગો ઉપરાંત વધારાનું નાકનું અંગ હોય છે. પરંતુ તબીબી વિજ્ઞાનની શોધોને કારણે હવે જાણકાર નબીબો અશક્યને પણ શક્ય બનાવવા પ્રયત્ન કરે છે.અને તેમાં મોટાભાગના કિસ્સાઓમાં સારવાર થકી સફળતા પણ મળે છે.

આમ તો આ પ્રકારના બાળકનો જન્મ ભાગ્યે જ જોવા મળતા હોય છે ત્યારે હવે આ બાળકને ઓપરેશન થકી સામાન્ય કરાશે તેવુ ડોક્ટર દ્રારા જણાવવામાં આવ્યુ છે અને બાળકની તબીયત હાલ સ્થિર છે.

આ પણ વાંચો:સુરતના કુંભારીયામાં ખાડી કાંઠે આવેલ દીવાલ ધરાશાયી, ત્રણ-ત્રણ ફોરવ્હીલ ફસાઈ ખાડામાં

આ પણ વાંચો:ગુજરાતમાં ભારે વરસાદે મચાવી તબાહી. અનેક હાઈવે કરાયા બંધ: અનેક લોકોનું કરાયું સ્થળાંતર

આ પણ વાંચો:ભારે વરસાદ બાદ અમદાવાદ એરપોર્ટમાં ઘૂંટણિયે સુધી ભરાયા પાણી, રનવે અને ટર્મિનલ પર ડૂબ્યા પાણીમાં

આ પણ વાંચો:જુનાગઢમાં વરસાદી આફતે મચાવી તબાહી, જુઓ તારાજીના દ્રશ્યો