તમારા માટે/ Branded વસ્તુઓ હંમેશા સારી નથી હોતી, સ્વાસ્થ્ય માટે બની શકે છે નુકસાનકારક

આજકાલ લોકોમાં Branded વસ્તુઓનો ભારે ક્રેઝ છે. લોકો Branded વસ્તુના વપરાશને સ્ટેટસ માનવા લાગ્યા છે. પરંતુ પોશાક હોય કે પછી ખાવાની વસ્તુ હોય તે Branded હોય તો સારી જ હશે તેમ માની ના લેવું.

Trending Health & Fitness Lifestyle
Beginners guide to 2024 06 26T111101.558 Branded વસ્તુઓ હંમેશા સારી નથી હોતી, સ્વાસ્થ્ય માટે બની શકે છે નુકસાનકારક

આજકાલ લોકોમાં Branded વસ્તુઓનો ભારે ક્રેઝ છે. લોકો Branded વસ્તુના વપરાશને સ્ટેટસ માનવા લાગ્યા છે. પરંતુ પોશાક હોય કે પછી ખાવાની વસ્તુ હોય તે Branded હોય તો સારી જ હશે તેમ માની ના લેવું. કેટલીક વખત Branded પોશાકમાં તમે uncomfortable ફીલ કરો છો. તો કેટલીક વખત Branded ખોરાકની વસ્તુ શરીર માટે નુકસાન કારક બની શકે છે. Branded કંપનીના ખોરાક હેલ્થી અને ટેસ્ટી હોય તેવું હંમેશા બનતું નથી. માર્કેટમાં બાળકોથી લઈને વયસ્ક સુધીના લોકો માટે જુદી-જુદી Brandમાં વિવિધ પ્રકારના ફૂડ ઉપલબ્ધ છે. કંપનીઓ પોતાના ફૂડ માટે ગ્રાહકોને આર્કષવા વિવિધ પ્રકારની જાહેરાતો દ્વારા માર્કેટીંગ કરે છે. હંમેશા Branded કંપનીની વસ્તુઓ સારી હોય તેવું નથી. હાલમાં FSSAIએ 19 જેટલી બ્રાન્ડને ફૂડમાં ગુણવત્તા મામલે નોટિસ પાઠવી છે.

FSSAIએવી કંપનીઓ પર નિયંત્રણ કરી રહી છે જેમના ખોરાકમાં હલકી ગુણવત્તા હોવા છતાં ભ્રામક પ્રચાર કરી રહી છે. આ બ્રાન્ડેડ કંપનીઓ તેમની પ્રોડ્કટ પર જે લેબલ લગાવે છે તેને લઈને FSSAIએ નોટીસ પાઠવી છે. પ્રોડક્ટના પેકિંગ પર આપવામાં આવતી માહિતી સચોટ અને વાસ્તવિક હોવી જોઈએ. જ્યારે કેટલીક કંપનીઓ તેમની પ્રોડક્ટના લેબલ પર જે પ્રકારે માહિતી આપે છે તે મુજબ પ્રોડક્ટમાં તે વસ્તુ ઉપલબ્ધ નથી. FSSAIએ બજારમાં કહેવાતી આવી 19 બ્રાન્ડેડ કંપનીઓને નોટિસ ફટકારી છે. complan, હોર્લિક્સ, બુસ્ટ, પીડિયાસ્યોર, કેલોક્ષ, મૂસળી જેવી પ્રોડક્ટ બનાવતી કંપનીને ભ્રમણ પ્રચારમા અંકુશ આવે તે હેતુથી નોટિસ આપી છે.

FSSAI ના નિયમ મુજબ કંપનીઓએ પ્રોડક્ટમાં જે વસ્તુમાં મિશ્રણ કર્યું હશે તેનો ઉલ્લેખ કરવો પડશે. તેમજ જેમાં સુગરની માત્રા 15 ગ્રામ પ્રતિ કિલો હોય તો તે પ્રોડક્ટના લેબલ પર હાઈ સુગરનો ઉલ્લેખ કરવો પડશે. એવી કોઈ પ્રોડક્ટ હોય જેમાં દૂધનો વપરાશ થયો હોય તો તેમાં મિલ્કનો ઉલ્લેખ કરવો અને દૂધનો વપરાશ ના કર્યો હોય તો મિલ્કનો ઉલ્લેખ ના કરવો. FSSAIએ ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા વેચાણ કરાતા હેલ્થ ડ્રિંક્સને લઈને નિયમ વધુ કડક કર્યા છે. નવા નિયમ મુજબ કોઈપણ હેલ્થ ડ્રિન્કસમાં કદ કે બોડી અથવા વિકસિત બુદ્ધિ માટે દાવા કરાશે તો નોટિસ ફટકારી પગલા લેવામાં આવશે. ઓટ્સ નૂડલ્સનું લેબમાં પૃથક્કરણ કર્યા બાદ FSSAIએ બ્રાન્ડેડ કંપનીઓ માટે આ પ્રકારની નોટિસ જારી કરી. કારણ કે ઓટ્સ નૂડલ્સનો પ્રચાર કરાય છે જેમાં મેંદાનું પ્રમાણ 94 ટકા હતું અને ઓટ્સનું પ્રમાણ ફક્ત 6 ટકા હોવાનું સામે આવ્યું હતું. મેંદાનું સેવન સ્વાસ્થ્ય માટે વધુ હાનિકારક મનાય છે. આ હકીકતો સામે આવ્યા બાદ પેકિંગમાં દર્શાવાયેલી ભ્રામક બાબતો પર નિયંત્રણ લાવવા બ્રાન્ડેડ કંપનીઓને નોટિસ ફટકારી લગામ લગાવવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાકિસ્તાનમાં હિંદુ સમુદાય અને ખ્રિસ્તી સમુદાય મોબ લિચિંગના શિકાર

આ પણ વાંચો:પ્રખ્યાત અભિનેતાનું થયું નિધન, કેવી રીતે અકસ્માતનો ભોગ બન્યો આંતરરાષ્ટ્રીય સ્ટાર, તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો:અમેરિકાના ટેક્સાસમાં લૂંટારૂઓએ ભારતીય નાગરિકની કરી હત્યા