- અમદાવાદ એરપોર્ટ પર કોકેઇન પકડાયું
- 32 કરોડનું કોકેઇન પકડાયું
- 3.21 કિલો બ્લેક કોકેઇન પકડાયું
- બ્રાઝિલના નાગરીકની ધરપકડ કરાઇ
ગુજરાતમાં નશીલા પદાર્થ પર પાબંધી હોવા છતાં પણ અનેક વાર નશીલા પદાર્થ હેરાફેરીના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર DRI દ્વારા કોકેઈનના જથ્થા સાથે બ્રાઝિલના નાગરીકની ધરપકડ કરાઇ છે. બ્રાઝિલના નાગરીક પાસેથી 3.21 કિલો બ્લેક કોકેઇન પકડાયું જેની કિંમત 32 કરોડ હોવાનું કહેવાય રહ્યું છે.
આ કોકેઈનનો આંતરરાષ્ટ્રીય ભાવ 32 કરોડનો માનવામાં આવે છે. જણાવીએ કે – પ્રવાસી વિઝા લઈને ડ્રગ્સની ડિલિવિરી શખ્સ કરવા આવ્યો હતો, DRI દ્વારા આ કોકેઈન ક્યાં પહોંચાડવાનું હતું તેની તપાસ પણ કરવામાં આવી રહી છે.
અવારનવાર ગુજરાતની સરહદી વિસ્તારોમાંથી કે સમુદ્રના માર્ગે ગેરકાયદેસર ડ્રગ્સ ઘૂસાડવામાં આવતું હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ આજે બનેલી ઘટનામાં 32 કરોડનું કોકેઈન સાથે બ્રાઝિલના નાગરીક ઝડપાઈ જતા દેશ અને વિદેશમાં ચાલી રહેલી ડ્રગ તસ્કરી અંગે પોલીસને વધુ માહિતી મળી શકશે.
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના વૃક્ષો વાવો અભિયાનનું સીઆર પાટીલના હસ્તે નવસારીમાં પ્રારંભ
આ પણ વાંચો:વડોદરામાં આઇસરેની ટક્કરથી કારનો થયો કચરઘાણ, ત્રણના ઘટનાસ્થળે જ મોત
આ પણ વાંચો:સુરતમાં યોજાયેલ રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો
આ પણ વાંચો:અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહત્વપૂર્ણ બેઠક
