Covid-19/ દેશમાં કોરોનાની ગતિમાં બ્રેક, 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કેસ

ભારતમાં કોરોના સંક્રમણની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક દિવસમાં, જ્યાં આશરે એક લાખ કેસ સામે આવવા હતા, તે આંકડો હવે 16 હજારની નજીક પહોંચી ગયો છે…..

India
zzas1 27 દેશમાં કોરોનાની ગતિમાં બ્રેક, 24 કલાકમાં જાણો કેટલા નોંધાયા કેસ

ભારતમાં કોરોના સંક્રમણની ગતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એક દિવસમાં, જ્યાં આશરે એક લાખ કેસ સામે આવવા હતા, તે આંકડો હવે 16 હજારની નજીક પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં કુલ 16,432 નવા કેસ નોંધાયા છે. નવા કોરોના દર્દીઓની સંખ્યા જૂનમાં દરરોજનાં આવતા કેસોની સમાન છે. જો કે, આ રોગચાળાનાં નવા રૂપથી ભારત સરકારની ચિંતા પણ વધી છે. બ્રિટનથી આવેલા છ લોકોમાં નવા સ્ટ્રેનની પુષ્ટિ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 16,432 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાનાં કુલ 1,02,24,303 કેસ નોંધાયા છે. વળી 24,900 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 252 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં, કુલ 1,48,153 દર્દીઓએ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાની શરૂઆતથી જ ભારતનો રિકવરી દર સારો રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 98,07,569 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો