અવસાન/ પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન

પંચમહાલથ ખુબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું દુખદ નિધન થયુ છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 10 26T140936.309 પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન
  • પંચમહાલ: માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન
  • ટૂંકી સારવાર બાદ બાહુબલી નેતાનું નિધન
  • 83 વર્ષની જેફ વયે નિપજ્યું મોત

Panchmahal News: પંચમહાલથ ખુબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું દુખદ નિધન થયુ છે.તેઓ થોડા સમયથી બીમાર હતા અને માંદગીના કારણે તેમનું નિધન થઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી છે. 83 વર્ષના પ્રભાતસિંહના નિધન બાદ પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

પ્રભાતસિંહ ચૌહાણની રાજકીય કારકિર્દી

પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. બાદમાં તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા.પ્રભાતસિંહે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી 1980 અને 1985માં કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓ ચૂંટાયા હતા.

1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપ તરફથી 1995, 1998 અને 2002માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા.   ભાજપે તેમને 2007માં પણ ટિકિટ આપી હતી. જોકે, તેઓ કૉંગ્રેસના સી. કે. રાઉલજી સામે હારી ગયા હતા. તે જ સમયે તેમના પુત્ર પ્રવીણસિંહ કાલોલથી અપક્ષના ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા અને હાર્યા હતા.

ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલય સંભાળી ચૂક્યા છે.  બાદમાં તેઓ પંચમહાલ લોકસભા બેઠક પરથી 2009 અને 2014માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે, 2019માં ભાજપે લોકસભાની ટિકિટ ન આપતાં તેઓ નારાજ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 પંચમહાલના દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષની વયે નિધન


આ પણ વાંચો:જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

આ પણ વાંચો:100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આ પણ વાંચો:દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ