Junagadh/ મનપા અધિકારી પર લાંચનો મામલો, ACBમાં ફરિયાદ દાખલ થતાં અધિકારી…

જૂનાગઢ મનપા અધિકારી પર લાંચનો મામલો, ACBમાં ફરિયાદ દાખલ થતાં અધિકારી…

Gujarat Others
modi 8 મનપા અધિકારી પર લાંચનો મામલો, ACBમાં ફરિયાદ દાખલ થતાં અધિકારી...

@ચેતન  પરમાર, જુનાગઢ

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી વિરુદ્ધ આજથી ચાર વર્ષ પહેલા કોઈ કર્મચારી ને કાયમી કરવાના બહાને કેટલીક લાંચની રકમ માંગી હતી. આ મામલામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા  જુનાગઢ એસીબીને સમગ્ર મામલાની તપાસ કરવાનો આદેશ કર્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી રવિ ડેડાણીયા અચાનક એક મહિનાની રજા પર ઉતરી ગયા હતા.  ત્યારે આ બનાવને લઇ ચકચાર મચી જવા પામી છે

આજથી બે વર્ષ અગાઉ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંચના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે એક અરજદારએ હાઇકોર્ટમાં રવિ ડેડાણીયા વિરૂદ્ધ ખાતાકીય તપાસ ને લઈને હાઇકોર્ટમાં દાદ માંગી છે.  ગુજરાત હાઇકોર્ટ એ જુનાગઢ એસીબીને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી તપાસ કરવાનો આદેશ કરતાં આરોગ્ય અધિકારી એક મહિનાની રજા પણ ગોઠવી જતા  રહ્યા છે. જે  જુનાગઢ શહેરમાં ચર્ચાસ્પદ બની રહ્યો છે

અગાઉ કેટલાક કર્મચારીઓની જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કરવામાં આવી હતી ત્યારે આરોગ્ય અધિકારી ૧ માસની લાંબી રજા પર જતાં રહેતા મામલો વધુ ચર્ચાસ્પદ બની રહ્યો છે આગામી દિવસોમાં એસીબી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેના પર પણ હવે કોઈની મીટ મંડાયેલી જોવા મળી રહી છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો