Not Set/ રાજકોટમાં ઉમિયા ચોકના બદલે પુનિત નગર ચોક પર થશે બ્રિજનું નિર્માણ, મનપાએ ચાર બ્રિજ માટે બહાર પાડ્યા ટેન્ડર

રાજકોટ મહાનગરપાલિકાને બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી 230 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે નાના મોવા ચોક, રામદેવ પીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ

Rajkot Gujarat
over bridge રાજકોટમાં ઉમિયા ચોકના બદલે પુનિત નગર ચોક પર થશે બ્રિજનું નિર્માણ, મનપાએ ચાર બ્રિજ માટે બહાર પાડ્યા ટેન્ડર

રાજકોટ મહાનગરપાલિકાને બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી 230 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે નાના મોવા ચોક, રામદેવ પીર ચોકડી, 150 ફૂટ રીંગ રોડ અને કાલાવડ રોડ પર કેકેવી ચોક ખાતે ઓવર બ્રિજ ઉપર તેમજ જડડુસ પાસે બ્રિજ બનાવવા માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે માર્ગ જલજીત મેઈન રોડ અને ગોકુલ નગર તરફ જતા માર્ગ પર વાહનોની સંખ્યા ઓછી હોવાથી આ બ્રિજ હાલ રદ કરવામાં આવ્યા છે.આ બ્રિજના બદલે પુનિત નગર ચોક ખાતે ઓવર બ્રિજ બનાવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માટે ડેલ્ટા કન્સલ્ટન્સી એજન્સીને ટ્રાફિક સર્વેની કામગીરી કરવા માટે ની સૂચના આપી દેવામાં આવી છે. પુનિત નગર ચોક ખાતે 150 ફૂટ રીંગ રોડ તેમજ વાવડી અને મહુડી 80 ફુટ રોડ તરફ તેમજ ગોંડલ રોડ તરફ જતા રસ્તા પર વાહનોની અવર જવર વધુ હોય ત્યાં બ્રિજ બનાવવા માટેનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયાના પ્રારંભ સાથે જ 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક ખાતે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ત્યાં ટ્રાફિકની મોટી સમસ્યા ન હોવાના કારણે અહીંનો બ્રિજ રદ કરી અને તેના સ્થાન પર 150 ફૂટ રીંગ રોડ પુનિત નગર ચોક ખાતે નો બ્રિજ નિર્માણ કરવાનું કાર્ય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે.

રાજકોટ થી શાપર વેરાવળ તેમ જ આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વિસ્તાર નિર્માણ પામ્યા છે તેથી રાજકોટથી અપડાઉન કરનારા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. 150 ફૂટ રિંગ રોડ મવડી ચોકડી ખાતે ઓવર બ્રિજ બન્યા બાદ પુનિત નગર ચોક ખાતે સવારે અને સાંજના સમયમાં ટ્રાફિક સમસ્યા ઉભી થઇ રહી છે. આ ઉપરાંત પુનિત નગર ચોક થી વાવડી અને મવડી વિસ્તારમાં પણ મોટું ડેવલપમેન્ટ થયું હોવાને કારણે ત્યાં પણ વસવાટ કરનારની સંખ્યામાં વધારો થયો છે પરિણામે પુનિત નગર ચોક ખાતે બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યાથી ત્યાંથી પસાર થતાં અંદાજે 50 હજારથી વાહનચાલકોને ટ્રાફિક સમસ્યાથી રાહત મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…