Not Set/ બ્રિટન હાઇકોર્ટે વિજ્ય માલ્યાને નાદાર જાહેર કર્યો, સંપત્તિ જપ્ત કરવા બેંકોનો માર્ગ મોકળો

ભારતીય બેંકોને વિશ્વભરમાં માલ્યાની સંપત્તિ ટ્રેસ કરવા અને વેચવાની તેમજ ખાતાને ફ્રીજ કરવાની મંજૂરી આપવામાં આવી છે

Top Stories
vijay maliya બ્રિટન હાઇકોર્ટે વિજ્ય માલ્યાને નાદાર જાહેર કર્યો, સંપત્તિ જપ્ત કરવા બેંકોનો માર્ગ મોકળો

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સામે યુકે હાઇકોર્ટે ઈન્સોલ્વન્સી ઓર્ડર જારી કર્યો છે. આ સાથે ભારતીય બેંકોને વિશ્વભરમાં માલ્યાની સંપત્તિ ટ્રેસ કરવા અને વેચવાની તેમજ ખાતાને ફ્રીજ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અરજદારોમાં એસબીઆઈની આગેવાની હેઠળની 13 ભારતીય બેન્કોના કન્સોર્ટિયમનો સમાવેશ થાય છે જેમાં બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક  આઈડીબીઆઈ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, પંજાબ અને સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મૈસુર, યુકોનો સમાવેશ થાય છે.

વિજ્ય માલ્યાને સોમવારના દિવસે બ્રિટેનની કોર્ટે નાદાર જાહેર કર્યો હતો ,જેના લીધે ભારતીય સ્ટેંટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વના ભારતીય બેકોના સંઘને હવે દુનિયાભરમાં સંપતિ ફ્રીજિંગ કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. બ્રિટેનની એક કોર્ટે માલ્યાને નાદાર જાહેર કર્યો છે.ચીફ ઇનસોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટ (આઇસીસી) ના જજ માઇકલ બ્રિગ્સે લંડનમાં હાઈકોર્ટના ચાંઝરી વિભાગની વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન પોતાનો ચુકાદો આપ્યો છે.

વિજય માલ્યા હાલમાં યુકેમાં જામીન પર બહાર છે. ભારતથી યુકે ભાગી ગયેલા માલ્યાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યુરો  ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા હાલમાં નાબૂદ કિંગફિશર એરલાઇન્સના સંબધિત બેકો સાથે 9000 હજાર કરોડની છેતરપિંડી કેસની તપાસ કરી રહી છે.

ઇડીએ અગાઉ કહ્યું હતું કે આ દારૂનો બિઝનેશમેન ભારત પ્રત્યાર્પણ અંગેનો કેસ હારી ચૂક્યો છે. તેમને યુકેની સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવાની મંજૂરી નહોતી, તેથી ભારતને તેના પ્રત્યાર્પણની સંભાવના વધી ગઈ છે.