કચ્છ/ BSFએ જખૌ બંદર પરથી ચરસના 10 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ કર્યા જપ્ત

ચરસના 10 પેકેટમાં ‘ડાર્ક સુપ્રિમો બ્લેક કોફી’નું પેકેજિંગ છે અને તે પીળા રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યું હતું.

Gujarat Others Breaking News
Untitled 134 BSFએ જખૌ બંદર પરથી ચરસના 10 પેકેટ અને હેરોઈનના 01 પેકેટ કર્યા જપ્ત

14 ઓગસ્ટ 2023ના રોજ, BSFએ ભુજના જખૌ બદરથી લગભગ 11 કિમી દૂર નિર્જન કુંડી બેટમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટ્સ (દરેકનું વજન આશરે 01 કિલો) અને 01 પેકેટ હેરોઈન રિકવર કર્યું હતું. ચરસના 10 પેકેટમાં ‘ડાર્ક સુપ્રિમો બ્લેક કોફી’નું પેકેજિંગ છે અને તે પીળા રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરવામાં આવ્યું હતું. થોડા મીટર દૂર એક સફેદ રંગની પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલું હેરોઈનનું એક પેકેટ મળી આવ્યું હતું.

એપ્રિલ 2023ના મધ્યભાગથી અત્યાર સુધીમાં જખૌ કિનારેથી ચરસના 50 પેકેટ અને હેરોઈનના 09 પેકેટ ઝડપાયા છે.આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ બંદરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સામાન્ય દિવસોમાં પણ કચ્છ સહિતની બોર્ડર સુરક્ષા દળો બારીકાઈથી તમામ ગતિવિધીઓ પર નજર રાખતુ હોય છે. જેને લઈ એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 40 પેકેટ નશીલા પદાર્થના ઝડપાયા છે. જખૌ નજીક આવેલા ખિયાદત ટાપુ પર BSF ની ટીમને બિનવારસી એક કોથળો મળી આવ્યો હતો. જેમાં પેક કરેલ 10 પેકેટ ચરસનો જથ્થો હોવાનુ જણાતા કાર્યવાહી શરુ કરવામાં આવી હતી.

આ જથ્થો અહીં પહોંચ્યો કેવી રીતે પહોંચ્યો એ અંગેની જાણકારી મેળવવા માટેની તપાસ શરુ કરવામાં આવી છે. સરહદી સુરક્ષા દળો વિસ્તારમાં સર્ચ અને પેટ્રોલિંગ કરવા કરવા દરમિયાન આ પ્રકારે જથ્થો હાથ લાગી રહ્યો છે અને પાડોશી દેશોમાંથી થતી નશીલા પદાર્થો ઘૂસાડવાની હરકતોને સુરક્ષા દળો નિષ્ફળ બનાવતા હોય છે.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત