નાપાક હરકત/ BSFએ પાકિસ્તાનથી આવેલા ડ્રોનને તોડી પાડ્યુ,જાણો વિગત

BSF 22 બટાલિયનના જવાનોએ અમૃતસર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદની સરહદી ચોકી પર રાનિયા સેક્ટરમાં એક ઓક્ટા-કોપ્ટર (8 પ્રોપેલર્સ) ને ઠાર માર્યું હતું

Top Stories India
5 25 BSFએ પાકિસ્તાનથી આવેલા ડ્રોનને તોડી પાડ્યુ,જાણો વિગત

ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. દરરોજ તે ડ્રગ્સની દાણચોરી અને હથિયારો ભારતમાં મોકલતો રહે છે પરંતુ બીએસએફ દરરોજ તેના કાવતરાને નિષ્ફળ કરે છે. રવિવારે સાંજે જ્યારે પાકિસ્તાનમાં બેઠેલા દાણચોરો રાતના અંધારામાં ડ્રોન દ્વારા દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ BSFએ તે ડ્રોનને તોડી પાડ્યું અને મોકલવામાં આવી રહેલો માલ જપ્ત કર્યો હતો.

 

BSF 22 બટાલિયનના જવાનોએ અમૃતસર જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદની સરહદી ચોકી પર રાનિયા સેક્ટરમાં એક ઓક્ટા-કોપ્ટર (8 પ્રોપેલર્સ) ને ઠાર માર્યું હતું. આ ડ્રોન રાત્રે 9.15 કલાકે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ડ્રોનનું વજન 12 કિલો હતું અને તેમાં કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે. જો કે, હજુ સુધી BSF દ્વારા રિકવર કરાયેલી વસ્તુઓ વિશેની માહિતી અમારી સાથે શેર કરવામાં આવી નથી.