કચ્છ/ પાક. ની વધુ એક નાપાક હરકત, કચ્છમાંથી BSFએ ઝડપી પાડી 2 પાકિસ્તાની બોટ

પાકિસ્તાની બોટ્સ ભારતીય ક્ષેત્રમાં દોઢ કિલોમીટર અંદર ઝડપાય હતી. BSFએ એક  નિવેદનમાં જણાવ્યું છે કે શુક્રવારે સાંજે BSFની પેટ્રોલ પાર્ટીએ સીરક્રિક નજીક લખપતવવારી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કેટલાક પાકિસ્તાનીઓ સાથેની બોટ  જોઈ હતી.

Gujarat Others
પાકિસ્તાની બોટ
  • કચ્છમાંથી 2 પાકિસ્તાની બોટ ઝડપાય
  • સીરક્રિક નજીક BSFએ ઝડપી 2 બોટ
  • 16 માર્ચે સાંજે 4.30 વાગ્યે દેખાય હતી બોટ્સ
  • બંને પાકિસ્તાની બોટ્સમાં હતા 4-5 માછીમારો
  • BSFની પેટ્રોલ પાર્ટીને જોતાં માછીમારો ફરાર થયા

કચ્છ બોર્ડરના સીરક્રિક વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સે શુક્રવારે મોડી સાંજે બે પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે. 16 માર્ચે સાંજે સાડા ચાર વાગ્યે BSF ની પેટ્રોલ  પાર્ટીએ ઘૂસણખોરી થયાનું જોયું હતું. BSF મુજબ 4થી 5 માછીમારો બોટ્સ પર હતા. BSF ટુકડીની શંકાસ્પદ હિલચાલ બાદ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે  આના પહેલા જ પાકિસ્તાની માછીમારો બોટ્સ છોડીને ભાગી ગયા હતા.

પાકિસ્તાની બોટ્સ ભારતીય ક્ષેત્રમાં દોઢ કિલોમીટર અંદર ઝડપાય હતી. BSFએ એક  નિવેદનમાં જણાવ્યું છે કે શુક્રવારે સાંજે BSFની પેટ્રોલ પાર્ટીએ સીરક્રિક નજીક લખપતવવારી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કેટલાક પાકિસ્તાનીઓ સાથેની બોટ  જોઈ હતી. આ શંકાસ્પદ બોટને જોતા BSFની પેટ્રોલ પાર્ટી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બોટને જપ્ત કરી હતી. જો કે પાકિસ્તાની બોટ પરના પાકિસ્તાની  માછીમારો ક્ષેત્રની દુર્ગમ સ્થિતિનો ફાયદો લઈને પાકિસ્તાની ક્ષેત્રમાં ભાગી છૂટયા હતા.

BSFએ ઝડપેલી બોટમાંથી ફિશિંગ નેટ, ફિશિંગ ઈક્વીપમેન્ટ, ખાદ્ય સામગ્રી  અને પીવાનું પાણી મળી આવ્યું હતું. બોટ્સ ઝડપાયા બાદ BSF દ્વારા અહીં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ  મળી આવી નથી.

આ અંગે BSF ગુજરાત ફ્રન્ટિયરે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “BSFએ એક પાકિસ્તાની માછીમારને પકડ્યો અને બે પાકિસ્તાની માછીમારી બોટ જપ્ત કરી, બાકીના પાકિસ્તાની માછીમારો સિરક્રીક વિસ્તારમાં કાદવ અને ભેજવાળા વિસ્તારનો લાભ લઈને પાકિસ્તાનના વિસ્તારમાં ભાગી છૂટવામાં સફળ થયા.”

આ પણ વાંચો :મુંદ્રા પોર્ટ પરથી લાલચંદનનો 11 ટનથી વધુનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો :વડોદરા કોર્ટમાં ચેક બાઉન્સ કેસના આરોપીએ ત્રીજા માળેથી લગાવી છલાંગ, થયું મોત

આ પણ વાંચો :નર્મદા કેનાલમાંથી વધુ 15 દિવસ છોડાશે પાણી, ખેડૂતોમાં વ્યાપ્યો ખુશીનો માહોલ

આ પણ વાંચો :રાજકોટમાં ઓમકાર સ્કૂલની ઘટના, પ્રિન્સિપાલે વિદ્યાર્થીને માર્યો ઢોર માર