politicas/ BSPએ બાહુબલી મુખ્તારની ટિકિટ કાપી તો ઓવૈસીએ ટિકિટની ઓફર કરી

બહુજન સમાજ પાર્ટી (બસપા) ના વડા માયાવતીએ તેમના ઉત્તરપ્રદેશના ધારાસભ્ય મુખ્તાર અન્સારીની ટિકિટ કાપી છે.ટ્વિટ કરીને આ માહિતી આપી હતી

Top Stories
MUKHATAR BSPએ બાહુબલી મુખ્તારની ટિકિટ કાપી તો ઓવૈસીએ ટિકિટની ઓફર કરી

બહુજન સમાજ પાર્ટી (બસપા) ના વડા માયાવતીએ તેમના ઉત્તરપ્રદેશના ધારાસભ્ય મુખ્તાર અન્સારીની ટિકિટ કાપી છે. તેમણે ટ્વિટ કર્યું કે તેમની પાર્ટી બાહુબલીઓને ટિકિટ નહીં આપે. અને તરત જ મુખ્તારની ટિકિટ કાપવામાં આવી આનો ફાયદો અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ઉઠાવ્યો અને તરત જ બાહુબલી મુખત્યાર અનેસારીને ટિકિટ આપવાની ઓપર કરી છે.

આગામી યુપી વિધાનસભા ચૂંટણીમાં, બસપા કોઈ બાહુબલી અથવા માફિયાને ચૂંટણી  માટે ટિકિટ નહી આપે જેના લીધે અન્સારીની ટિકિટ કાપી નાંખવામાં આવી,ઉત્તરપ્રદેશના મઉ બેઠક પરથી મુખ્તાર અન્સારી જીતતા હતા ત્યારે માયાવતીએ આ વખતે રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભરનું નામ નક્કી કરવામાં આવ્યું છે.

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના વડા ઓવૈસી, જે યુપી (UP વિધાનસભા ચૂંટણી 2022) માં 100 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, તેમણે તરત જ ટિકિટની ઓફર કરી. AIMIM ના પ્રવક્તા અસીમ વકારે કહ્યું, ‘માયાવતીએ તેમના મુખ્તાર સાહિબને ટિકિટ આપી ન હતી અને AIMIM વતી હું કહેવા માંગુ છું કે જો મુખ્તાર સાહેબ ચૂંટણી લડવા માંગે છે, તો તેમના માટે AIMIM ના દરવાજા ખુલ્લા છે.