Not Set/ #Budget 2019 : નાણાં મંત્રી નિર્મલા સીતારમન રજૂ કરી રહ્યા છે બજેટ, ગૃહણિઓ અને ખેડૂતોને બજેટથી ઘણી આશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એકવાર ફરી કેન્દ્ર સરકાર શુક્રવારનાં રોજ પોતાનો પ્રથમ બજેટ રજૂ કરશે. નાણાં મંત્રીનાં રૂપમાં પહેલી વખત નિરમલા સીતારમન પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટથી કર્મચારીઓને જ્યા ટેક્સમાં છૂટ મળવાની આશા છે તો વળી બીજી તરફ કોર્પોરેટર પણ બજેટને લઇને ઘણા આશાવાન દેખાઇ રહ્યા છે. આ બજેટથી ખેડૂતો, મધ્યમ […]

Top Stories
nirmalasitharaman 46 5 #Budget 2019 : નાણાં મંત્રી નિર્મલા સીતારમન રજૂ કરી રહ્યા છે બજેટ, ગૃહણિઓ અને ખેડૂતોને બજેટથી ઘણી આશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એકવાર ફરી કેન્દ્ર સરકાર શુક્રવારનાં રોજ પોતાનો પ્રથમ બજેટ રજૂ કરશે. નાણાં મંત્રીનાં રૂપમાં પહેલી વખત નિરમલા સીતારમન પૂર્ણકાલીન બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટથી કર્મચારીઓને જ્યા ટેક્સમાં છૂટ મળવાની આશા છે તો વળી બીજી તરફ કોર્પોરેટર પણ બજેટને લઇને ઘણા આશાવાન દેખાઇ રહ્યા છે. આ બજેટથી ખેડૂતો, મધ્યમ તથા લઘુ ઉદ્યોગો, નાના વેપારીઓ, ગૃહણિઓ પણ ઘણી આશા રાખીને બેઠી છે.

બજેટમાં 60 વર્ષની ઉંમર પૂરી કરી ચુકેલા નાના દુકાનદારો અને ખેડૂતો માટે પેન્શનની પણ જોગવાઇ થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીનાં સમયે આ મુદ્દાને ઘણી આવાજ આપી હતી. આપને જણાવી દઇઇએ કે, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન આજે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. આ મોદી સરકાર 2.0નું પહેલું બજેટ છે. આ વખતે બજેટની કોપી એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે. દર વખતે મોટી બ્રીફકેસમાં જોવા મળતી, આ વખતે નિર્મલા સીતારમણ લાલ રંગનાં મખમલનાં કપડાંમાં લઇને મીડિયા સામે આવ્યા. કપડાંની ઉપર ભારત સરકારનું ચિહ્ન પણ હતું. યુનિયન બજેટની સાથો સાથ આજે રેલવે બજેટ પણ રજૂ થશે. 49 વર્ષ બાદ આજે બજેટની કમાન મહિલાનાં હાથમાં છે. આની પહેલાં 28 ફેબ્રુઆરી 1970નાં રોજ ઇન્દિરા ગાંધીને આ તક મળી હતી.

આપને જણાવી દઇએ કે, બજેટ રજૂ કરતાં પહેલાં અત્યાર સુધી તમામ નાણાંમંત્રીઓનાં હાથમાં લાલ રંગની બ્રીફકેસ લઇને સંસદ ભવન જતા દેખાય છે. સંસદ ભવન જતા પહેલાં નાણાંમંત્રી પોતાની બજેટની કોર ટીમની સાથે મંત્રાલયની બહાર ફોટો પર ખેંચાવતા રહે છે. આ વખતે પણ દેશનાં પૂર્ણકાલીન બજેટ પહેલા મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમને પોતાની કોર ટીમની સાથે ફોટો ખેંચાવ્યો પરંતુ આ વખતે તેમના હાથમાં લાલ રંગની બ્રીફકેસની જગ્યાએ લાલ રંગનાં મખમલનું પેકેટ હતું. નિર્મલા સીતારમનએ અત્યાર સુધી ચાલી આવેલી પરંપરાને સંપૂર્ણપણે બદલી નાંખી છે. તેમણે બજેટ નહીં પરંતુ ખાતાવહી કહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.