Not Set/ #Budget2019: હોમ લોનનાં વ્યાજમાં વધારાની કર કપાત રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી લાવશે?

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્રારા 45 લાખ સુધીનાં ઘરની ખરીદી પર 1.5 લાખની વ્યાજ પર આપવામા આવી વધારાની છુટટ જાહેરાત કરવામા આવી છે. આનાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં સસ્તા ઘરોની માંગમાં ભારે વધારો થશે. રીઅલ એસ્ટેટ કંપનીઓ અને સંગઠનો દ્રારા બજેટમાં કરવામાં આવેલી આ બાબતની જાહેરાતને આવકાર કરી છે. આપને જણેવી દઇએ કે 45 લાખનાં ઘર […]

Top Stories India
real estate #Budget2019: હોમ લોનનાં વ્યાજમાં વધારાની કર કપાત રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી લાવશે?

કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્રારા 45 લાખ સુધીનાં ઘરની ખરીદી પર 1.5 લાખની વ્યાજ પર આપવામા આવી વધારાની છુટટ જાહેરાત કરવામા આવી છે. આનાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં સસ્તા ઘરોની માંગમાં ભારે વધારો થશે. રીઅલ એસ્ટેટ કંપનીઓ અને સંગઠનો દ્રારા બજેટમાં કરવામાં આવેલી આ બાબતની જાહેરાતને આવકાર કરી છે.

આપને જણેવી દઇએ કે 45 લાખનાં ઘર માટે હાઉસિંગ લોન પર ચૂકવ પાત્ર વ્યાજમાં સરકારે 1.5 લાખની વઘારાની કર કપાત જાહેર કરી છે. પ્રથમ વખત ઘર ખરીદદારો માટે ખરીદી ડિસ્કાઉન્ટ માટે બજેટ આપવા દરખાસ્ત કરવામાં આવી છે. હાઉસિંગ લોન પર કુલ વ્યાજ કર કપાત 3.5 લાખ રૂપિયા સુધીની થઇ ગય છે.

real estate1 #Budget2019: હોમ લોનનાં વ્યાજમાં વધારાની કર કપાત રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી લાવશે?

જોકે ઘણી કનસ્ટ્રક્શન કંપનીઓ રિયલ એસ્ટેટને ઉદ્યોગનો દરજ્જો ન આપવામા આવતા અને ચાલું પ્રોજેક્ટ માટે કોઇ પણ પ્રકારનાં ભંડોળ કે સહાયની જાહેરાત ન કરવા પર ચિંતા વ્યક્ત કરી છે.  તે સાથે સાથે  કેટલીક કંપનીઓએ વ્યાજ પરની કરવેરા મુક્તિ માટે રૂપિયા 45 લાખની મર્યાદા વિશે પણ ફરિયાદ કરી છે. રીયલએસ્ટેટ કંપીનીઓનાં સંગઠન દ્રારા આ સુવિધા દરેક પ્રકારનાં ઘરની ખરીદીમાં આપવામા આવે તેવી માંગણી પણ સરકાર પાસે કરવામાં આવી છે.

રીઅલ એસ્ટેટ કંપનીઓ માને છે કે હોમ લોનનાંં વ્યાજ પર વઘારાની મુક્તિની જાહેરાતથી સસ્તા ઘરોની માંગમાં ઝડપથી વધારો થશે અને સેક્ટરમાં તરલતા પણ આવશે જેનાથી રીઅલ એસ્ટેટ સેક્ટરને લાભ થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.