જાહેરમાં હત્યા/ વ્યારામાં ચાર ઇસમોએ બિલ્ડરને તલવારના 15 ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ

નિસિશ શાહ પોતાના મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા અને હજુ ઉઠીને કંઈક સમજે એ પહેલા કારમાં આવેલા ચાર જેટલા શખ્સોએ ઉતરી તલવારોના ઘા મારવા લાગ્યા.

Gujarat Others
A 179 વ્યારામાં ચાર ઇસમોએ બિલ્ડરને તલવારના 15 ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ

તાપી જિલ્લાનાં વડામથક વ્યારા ખાતે શુક્રવારના રોજ નિસિશ શાહ નામનાં બિલ્ડર પોતાની મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહ્યાં હતા ત્યારે  વ્યારાનાં શનિ મંદિર ચારરસ્તા ઉપર કારમાં સવાર ચાર અજાણ્યા ઈસમોએ નિસિશ શાહ ઉપર તલવારનાં ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ હતી તાપી જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે પોહચી આગળની તપાસ હાથ ધરી છે

વ્યારા ખાતે બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ શાહ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યે પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળી નજીકમાં આવેલા શનિદેવ મંદિર પાસેનાં ચારરસ્તા ખાતે આવેલા તરબૂચવાળાને ત્યાં ઊભા હતાં. ત્યાં કાર નં.જીજે-5જેપી-2445ના ચાલકે તેમના બાઇકને કારથી ટક્કર મારી હતી.

 બિલ્ડર  તલવાર  મોત

આ પણ વાંચો :અમીરગઢના જંગલમાંથી મળ્યા બે માનવ કંકાલ, પાસે પડ્યું હતું એક પર્સ

નિસિશ શાહ પોતાના મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા અને હજુ ઉઠીને કંઈક સમજે એ પહેલા કારમાં આવેલા ચાર જેટલા શખ્સોએ ઉતરી તલવારોના ઘા મારવા લાગ્યા. જેમને રોકવા જતા તરબૂચ વેચનાર ગણેશ નામના શખ્સને પણ પેટમાં તલવાર વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. બીજી તરફ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ નિસિશ શાહને લોહીલુહાણ કરી દઈ પોતાની કારમાં નાસી છૂટ્યા હતા.

તાપી: જાહેરમાં બિલ્ડરને તલવારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

આ પણ વાંચો :કોરોના મહામારીના લીધે પાટણની જેલમાંથી કેદીઓને બે મહિના માટે મુક્ત કર્યા

આ ઘાતકી હત્યાનાં સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. નિસિશ શાહના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અચાનક આવું બનવાથી સ્તબ્ધ થઈ ગયા હતા.

તાપી પોલીસે આસપાસનાં તમામ વિસ્તારનાં જિલ્લાઓમાં કારનો નંબર આપી નાકાબંધી કરાવી દીધી હતી. તેમજ આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ જોતાં પ્રાથમિક તારણમાં મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો :રાજકોટ માટે શરમજનક ઘટના, કોવિડ વોર્ડમાં દુષ્કર્મનો ભોગ બનનાર પ્રૌઢાનું મોત 

kalmukho str 12 વ્યારામાં ચાર ઇસમોએ બિલ્ડરને તલવારના 15 ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ