ગુજરાત/ દ્વારકામાં વધુ એક વખત આખલાનો આતંક, સફાઈ કર્મચારી આખલાની અડફેટે

દેવભૂમિ દ્વારકામાં વધુ એક વખત આખલાનો આતંક જોવા મળ્યો. આખલાએ સફાઈ કર્મચારી મહિલાને અડફેટે લીધી. આખલાની અડફેટે ચઢતા મહિલા ગંભીરપણે ઘાયલ થઈ.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 17T155129.810 દ્વારકામાં વધુ એક વખત આખલાનો આતંક, સફાઈ કર્મચારી આખલાની અડફેટે

Dwarka News : દેવભૂમિ દ્વારકામાં વધુ એક વખત આખલાનો આતંક જોવા મળ્યો. આખલાએ સફાઈ કર્મચારી મહિલાને અડફેટે લીધી. આખલાની અડફેટે ચઢતા મહિલા ગંભીરપણે ઘાયલ થઈ. ઇજા પામેલ મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. રાજ્યમાં વધુ એક વખત રખડતા ઢોરની સમસ્યાને લઈને હોબાળો મચ્યો છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ દ્વારકાના મુખ્ય બજારોમાં આખલાએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. મુખ્ય બજારમાં પોતાના કામઅંગે બહાર નીકળેલ મહિલા આખલાની અડફેટે ચઢી. આ સફાઈ કર્મચારી મહિલાને આખલાએ અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોચી. જેના બાદ સફાઈ કર્મી મહિલાને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવી. થોડા સમય પહેલા રાજુલામાં પણ આખલાના આતંકની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં ગંભીર ઇજા પામેલ મહિલાને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે.

અગાઉ પણ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસની ઘટના બનવા પામી હતી. દ્વારકામાં મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં જ બે આખલાઓ બાખડતા હતા. બંને આખલા વચ્ચે જબરજસ્ત યુદ્ધ ચાલ્યું હતું. જેના બાદ આસપાસ ઉભેલા લોકો ત્યાંથી નાસવા લાગ્યા હતા. જો કે આ કિસ્સામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. નોંધનીય છે કે 2018-19થી રખડતા ઢોરનો મુદ્દો ચર્ચામાં છે. રખડતા ઢોરથી નાગરિકોના મોત થયા બાદ આ મામલે કડક કાનૂન લાવવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેના ઢોર નિયંત્રણ પોલીસી લાગુ કરવામાં આવી. ઓગસ્ટ-2023માં રાજ્ય સરકારે રખડતા ઢોર મામલે નવી ગાઈડ લાઈન જાહેર કરી હતી. જેમાં પશુપાલકોએ ઢોરનું નગરપાલિકામાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવવા તેમજ મહાનગરપાલિકા અને નગરપાલિકાને પશુઓને ટેગ લગાવવા જેવી બાબતોને સામેલ કરાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન

આ પણ વાંચો: અમદાવાદમાં કાર ભાડે લઈ ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ