IND vs ENG/ બુમરાહે ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવનો આ જુનો રેકોર્ડ તોડ્યો

ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝની ચોથી મેચમાં બુમરાહે ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવનો એક ખાસ જુનો રેકોર્ડ તોડ્યો છે. ટીમને જીત અપાવી છે.

Sports
1 126 બુમરાહે ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવનો આ જુનો રેકોર્ડ તોડ્યો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરીઝની ચોથી મેચ ઓવલ મેદાન પર રમાઈ રહી છે, જેમાં વિરાટ સેના ધીમે ધીમે વિજય તરફ આગળ વધતી જોવા મળી રહી છે. આ મેચ રમતનાં 5 માં દિવસે પહોંચી ગઈ હતી અને બંને ટીમો વચ્ચે ઘણી રોમાંચક પળો જોવા મળી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતને 191 રને આઉટ કર્યા બાદ ઈંગ્લેન્ડે 290 રન બનાવ્યા હતા અને ભારત ઉપર 99 રનની લીડ મેળવી લીધી હતી. જવાબમાં ભારતીય ટીમનાં બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 467 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો લક્ષ્યાંક આપ્યો. અંતે ઈંગ્લેન્ડને 157 રને હરાવી ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 2-1 ની લીડ મેળવી લીધી છે.

1 127 બુમરાહે ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવનો આ જુનો રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો – IND vs ENG / ટીમ ઈન્ડિયાને શાર્દુલ ઠાકુરનાં રૂપમાં મળી ગયો નવો ઓલરાઉન્ડર

પાંચમા દિવસે લંચ પછીનું સત્ર શરૂ થયું ત્યારે જસપ્રીત બુમરાહે વિરાટ સેનાને મજબૂત સ્થિતિમાં લાવવા માટે સતત બે ઓવરમાં બે વિકેટ લઈને ભારતને સફળતા અપાવી. જસપ્રીત બુમરાહે પહેલા 65 મી ઓવરમાં ઓલી પોપને બોલ્ડ કર્યો હતો, જ્યારે 67 મી ઓવરમાં જોની બેયરસ્ટોને યોર્કર પર બોલ્ડ કરીને અડધી ટીમને પેવેલિયન મોકલી હતી. જસપ્રીત બુમરાહે મેચમાં પોતાની ટીમને મજબૂત સ્થિતિ સુધી પહોંચાડી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટની સદી ઓલી પોપને આઉટ કરીને પૂરી કરી હતી જેણે ભારત માટે પ્રથમ ઇનિંગમાં મુશ્કેલી ઉભી કરી હતી. આ સાથે જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ બનાવ્યો છે અને ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની ગયો છે. જસપ્રિત બુમરાહે પોતાની કારકિર્દીની 24 મી ટેસ્ટ મેચમાં વિકેટની સદી પૂરી કરી છે. અગાઉ આ રેકોર્ડ ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર અને કેપ્ટન કપિલ દેવનાં નામે હતો, જેમણે 25 ટેસ્ટ મેચમાં વિકેટની સદી પૂરી કરી હતી. વળી, ઇરફાન પઠાણ (28), મોહમ્મદ શમી (29), જવાગલ શ્રીનાથ (30) અને ઇશાંત શર્મા (33) નાં નામ પણ આ યાદીમાં સામેલ છે.

1 128 બુમરાહે ભારતીય ટીમનાં પૂર્વ ઓલરાઉન્ડર કપિલ દેવનો આ જુનો રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચો – IND vs ENG / વિરાટ કોહલીએ આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમનાં દરવાજા પર કાઢ્યો ગુસ્સો, Video

ઉલ્લેખનીય છે કે, જસપ્રિત બુમરાહે આ મેચની પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ લીધી હતી અને 99 વિકેટ પૂરી કરી હતી. જો કે બુમરાહની વિકેટની સદી આ મેચની પ્રથમ ઇનિંગમાં પૂર્ણ થઇ ગઇ હોત પરંતુ ભારતીય ટીમે અપીલ ન કરી હોવાથી આ તક તે ચૂકી ગયો હતો. જણાવી દઇએ કે, જસપ્રીત બુમરાહે પ્રથમ ઇનિંગમાં મોઈન અલીને LBW કર્યો હતો પરંતુ ભારતીય ટીમની અપીલનાં અભાવે એમ્પાયરે તેને આઉટ આપ્યો ન હતો. જો કે, રિપ્લેમાં જોવામાં આવ્યું ત્યારે મોઈન અલી સ્પષ્ટપણે આઉટ થઈ ગયો હતો અને જો ભારતીય ટીમે આ અપીલ કરી હોત તો બુમરાહની વિકેટની સદી પણ તે જ ઈનિંગમાં પૂરી થઈ હોત. ભારતીય ટીમ માટે, આ મેચમાં મોહમ્મદ શમી અને ઈશાંત શર્માની ગેરહાજરીમાં, જસપ્રીત બુમરાહ પર ઘણી જવાબદારી હતી, જે તેણે મેચમાં શાનદાર પ્રદર્શન કરીને નિભાવી હતી. 368 રનનો પીછો કરતા ઈંગ્લેન્ડે પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી, ત્યારબાદ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી હતી અને આગામી 47 રનમાં 6 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે રોરી બર્ન્સની વિકેટ લઈને પ્રથમ સફળતા મેળવી હતી, જ્યારે માલન રન આઉટ થઈને બીજો શિકાર બન્યો હતો. જાડેજાએ હસીબ હમીદને બોલ્ડ કરીને ત્રીજો ફટકો આપ્યો, જ્યારે જસપ્રિત બુમરાહે સતત બે ઓવરમાં બે વિકેટ લઈને ભારતીય ટીમની પકડ મજબૂત કરી. આ પછી, જાડેજાએ મોઈન અલીને કેચ આપીને ઈંગ્લેન્ડ પર પકડ મજબૂત કરી હતી.