મકાન/ અમેરિકામાં બળી ગયેલ મકાન વેચવા કાઢયું ,જાણો કિમત

અગ્નિશામક દળે આગ બુઝાવવા માટે ઘરની દીવાલો અને છત તોડવી પડી હતી. જોકે તેઓ આવતાં પહેલાં ઘરના નિવાસીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા

Lifestyle
સસસસ 1 અમેરિકામાં બળી ગયેલ મકાન વેચવા કાઢયું ,જાણો કિમત

અમેરિકાના મૅસેચુસેટ્સ શહેરમાં ગયા મહિને આગમાં નુકસાન પામેલા બર્કલી સ્ટ્રીટ સ્થિત એક ઘરને એ જ સ્થિતિમાં ૩,૯૯,૦૦૦ ડૉલર (લગભગ ૨.૯૬ કરોડ રૂપિયા)માં વેચવા માટે મૂકવામાં આવ્યું છે. આ આગમાં ૧૮૫૭ ચોરસ ફુટનું આ ઘર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.

અગ્નિશામક દળે આગ બુઝાવવા માટે ઘરની દીવાલો અને છત તોડવી પડી હતી. જોકે તેઓ આવતાં પહેલાં ઘરના નિવાસીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.આગમાં બળી ગયું હોવાથી ઘરને રિપેરિંગની આવશ્યકતા છે, પરંતુ માલિકે ખરીદનારના માથે રિપેરરિંગનો ખર્ચ નાખીને ઘરને એ જ સ્થિતિમાં વેચવા કાઢ્યું છે.