ભાવનગર/ કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

ધારાસભ્યના દીકરો ગૌરવ ચૌહાણ પિતાની કાર લઈને જઈ રહ્યો હતો, આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે ગૌરવ તથા તેમની સાથે રહેલી વ્યક્તિ સાથે વાહન ચલાવવા બાબતે ઝઘડો થયો હતો.

Gujarat Others
Untitled 43 4 કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

તળાજાના ધારાસભ્યના પુત્ર ઉપર પોલીસ કોન્સ્ટેબલ અને તેના મળતિયાએ હુમલો કર્યા બાદ ધારાસભ્યના માણસોએ પણ પોલીસ કોન્સ્ટેબલને જાહેરમાં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા બન્ને પક્ષે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભાજપના ધારાસભ્ય ગૌતમ પરમારના પુત્ર તેમજ પોલીસ કોન્સ્ટેબલને બે દિવસ પહેલા સામાન્ય બાઇક અથડાયા બાદ માથાકુટ થઇ હતી. જેમાં ધારાસભ્યના પુત્રએ કોન્સ્ટેબલને સમાધાન માટે બોલાવી સામસામી બાખડ્યા હતા. દરમિયાનમાં ગંભીર હાલતે પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ખાતે લવાતા કોન્સ્ટેબલે ધારાસભ્યના પુત્ર ઉપર મારમાર્યાના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ધારાસભ્યના દીકરો ગૌરવ ચૌહાણ પિતાની કાર લઈને જઈ રહ્યો હતો, આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે ગૌરવ તથા તેમની સાથે રહેલી વ્યક્તિ સાથે વાહન ચલાવવા બાબતે ઝઘડો થયો હતો. બોલાચાલી બાદ આ ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી.

Untitled 43 6 કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

ભાવનગરના તળાજા ખાતે બે દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ પોતાની કાર નં. GJ 14 AP 0753 લઇ તળાજાના દિપ હોટલથી ફાર્મ ટ્રેક વચ્ચે પહોંચતા પાછળથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા અને તેની પાછળ બેઠેલ અજાણ્યો શખ્સ કારને ઓવરટેક કરવા જતા હતા. આ સમયે કૌન્સ્ટેબલની મોટર સાયકલ બાજુના ખાળિયામાં ઉતરી જતા કાર ચાલક ગૌરવ ચૌહાણ તેમજ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યા વચ્ચે બોલાચાલી થઇ હતી.

Untitled 43 5 કોન્સ્ટેબલની ફરિયાદમાંથી ધારાસભ્ય પૂત્રનું નામ ગાયબ,રાજકીય નુકસાન પહોંચાડવાનું ષડ્યંત્ર: MLA

જેમાં ધારાસભ્યના પુત્રએ શૈલેષ ધાંધલ્યાને પાલિતાણા ચોકડી પાસે આવેલ સતનામ ધાબા પાસે સમાધાન માટે બોલાવ્યો હતો. જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થતા સામસામી બાખડ્યા હતા. જેમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણ સહિત છ શખ્સોએ કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલ્યાને મારમાર્યો હોવાનો કોન્સ્ટેબલે ગંભીર આક્ષેપ કર્યો હતો. ઉપરાંત શૈલેષ ધાંધલ્યાએ પણ ગૌરવ ચૌહાણ નામના યુવકને મારમાર્યો હોવાની ગૌરવ ચૌહાણે શૈલેષ ધાંધલ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટના અંગે ધારાસભ્ય ગૌતમ ચૌહાણે જણાવ્યું કે તેમના દીકરા પર જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે પાયાવિહોણા છે, મારો દીકરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા બેઠો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. આ માત્ર સંડોવવાના પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે કોઈ બે વ્યક્તિ બાઈક પર આવ્યા હતા અને તેમણે દીકરા સાથે ગાળાગાળી કરીને વાહન રોકાવ્યું હતું અને ઝપાઝપી કરી હતી. રાજકીય બદનામી માટે મારા દીકરાનું નામ ઉછાળવામાં આવી રહ્યું હોવાનું પણ ધારાસભ્ય જણાવે છે.

પોલીસે સમગ્ર ઘટના અંગે તથ્ય શું છે તે જાણવા માટે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. જોકે પોલીસ કર્મીની ફરિયાદમાં સત્તાવાર રીતે ધારાસભ્યના પુત્રનું નામ નહીં હોવાથી ચર્ચા જાગી છે.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે