Not Set/ એર ઇન્ડિયાનું ફરમાન – અનુમતિ વગર કર્મચારી મીડિયા સાથે વાત નહીં કરે

સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ પોતાના કર્મચારીઓને અનુમતિ વગર મીડિયા સાથે કોઇપણ પ્રકારની વાતચીત ના કરવાની ચેતવણી આપી છે. કંપનીએ એક સંવાદમાં કહ્યું હતું કે કર્મચારીઓએ મીડિયા સાથે વાતચીત કરી છે અથવા જેટ એરવેઝના પોષાકમાં વીડિયો પોસ્ટ કર્યો છે. ઇલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિચારોથી કંપનીની છબી ખરાબ થાય છે. તેથી તેના પર મનાઇ […]

Business
683452 airindia એર ઇન્ડિયાનું ફરમાન – અનુમતિ વગર કર્મચારી મીડિયા સાથે વાત નહીં કરે

સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાએ પોતાના કર્મચારીઓને અનુમતિ વગર મીડિયા સાથે કોઇપણ પ્રકારની વાતચીત ના કરવાની ચેતવણી આપી છે. કંપનીએ એક સંવાદમાં કહ્યું હતું કે કર્મચારીઓએ મીડિયા સાથે વાતચીત કરી છે અથવા જેટ એરવેઝના પોષાકમાં વીડિયો પોસ્ટ કર્યો છે. ઇલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયામાં આ પ્રકારના વિચારોથી કંપનીની છબી ખરાબ થાય છે. તેથી તેના પર મનાઇ છે.

કંપનીએ કર્મચારીઓને ચેતવણી આપવાના સૂરમાં કહ્યું હતું કે કોઇપણ કર્મચારી અંગત રીતે અથવા કોઇ સમૂહ અથવા સંગઠનના પ્રતિનિધિ તરીકે ચેરમેન કે સીએમડીની પૂર્વમંજૂરી વગર પ્રિન્ટ, ઇલેટ્રોનિક અથવા સોશિયલ મીડિયામાં કંપની સંબંધિત કોઇપણ નિવેદન જારી નહીં કરે.

જો કોઇ કર્મચારી સીએમડીની અનુમતિ વગર નિવેદન આપીને નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.