Not Set/ વર્ષ ૨૦૧૭-૧૮ ચઢ્યા ગોટાળાના નામે, બેન્કોએ ગુમાવ્યા ૪૦ હજાર કરોડ કરતા વધુ રૂપિયા

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં સામે આવેલા પંજાબ નેશનલ બેન્કના સૌથી મોટા સ્કેમ જેવા અનેક ગોટાળાઓ દ્વારા કૌભાંડીઓએ દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી ફરાર થઇ ચુક્યા છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે. RBI દ્વારા જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં છેતરપિંડી કરનારાઓએ દેશની બેન્કિંગ પ્રણાલીને ૪૧,૧૬૭.૭ કરોડ […]

Top Stories Trending Business

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં સામે આવેલા પંજાબ નેશનલ બેન્કના સૌથી મોટા સ્કેમ જેવા અનેક ગોટાળાઓ દ્વારા કૌભાંડીઓએ દેશની બેન્કોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી ફરાર થઇ ચુક્યા છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક આંકડો જાહેર કરવામાં આવ્યો છે.

RBI દ્વારા જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં છેતરપિંડી કરનારાઓએ દેશની બેન્કિંગ પ્રણાલીને ૪૧,૧૬૭.૭ કરોડ રૂપિયા લુંટી લીધા છે. આ આંકડો ગત વર્ષના ૨૩,૯૩૩ કરોડ રૂપિયા કરતા ૭૨ ટકા વધુ છે.

rbi kN0G વર્ષ ૨૦૧૭-૧૮ ચઢ્યા ગોટાળાના નામે, બેન્કોએ ગુમાવ્યા ૪૦ હજાર કરોડ કરતા વધુ રૂપિયા
business-banks-lost-rs-41167-crore-due-to-fraud-in-2017-18-reserve-bank of india

આ ઉપરાંત આ બે વર્ષ દરમિયાન સામે આવેલા છેતરપિંડીનો આંકડો ૫૯૧૭ છે, જે ગત વર્ષના ૫૦૭૬ કરતા વધુ છે. ૨૦૧૩-૧૪માં ૧૦,૧૭૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલાઓ સામે આવ્યા હતા.

બીજી બાજુ ૫૦ કરોડ રૂપિયા કરતા વધુ રકમના છેતરપિંડીના મામલાઓ આ વર્ષની કુલ રકમના ૮૮ ટકા છે.

scam વર્ષ ૨૦૧૭-૧૮ ચઢ્યા ગોટાળાના નામે, બેન્કોએ ગુમાવ્યા ૪૦ હજાર કરોડ કરતા વધુ રૂપિયા
business-banks-lost-rs-41167-crore-due-to-fraud-in-2017-18-reserve-bank of india

અત્રે ઉલ્લેખનીય છે કે, પબ્લિક સેક્ટર યુનિટ (PSU) બેંકોમાં એક લાખ રૂપિયાથી વધુની છેતરપિંડીના ૯૩ ટકા મામલાઓ સામે આવ્યા છે જયારે પ્રાઈવેટ બેંકોમાં આ ટકાવારી માત્ર ૬ ટકા છે.

RBIએ માન્યું છે કે, “બેંકો માટે છેતરપિંડી એ સૌથી ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે, જેનો ૯૦ ટકા હિસ્સો બેંકોને ક્રેડિટ પોર્ટફોલિયોમાં સ્થિત છે”.