Not Set/ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરનારા લોકો માટે રાહતના સમાચાર, આ જગ્યાએ ખુલ્યું દેશનું પહેલું બીટકોઈન ATM

બેંગલુરુ, ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ક્રિપ્ટોકરન્સી બીટકોઈનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ હવે બેંગલુરુમાં બીટકોઈન ખરીદવા તેમજ વેચવા માટે ATM મશીન ખોલવામાં આવ્યું છે. દેશનું પ્રથમ બીટકોઈન ATM મશીન બેંગલુરુના એક મોલમાં મુકવામાં આવ્યું છે. બીટકોઈન યુઝરો માટે ક્રિપ્ટોકરન્સી એક્સેચેજ યૂનોકોઈન દ્વારા આ ATM લોન્ચ કરવામાં આવ્યું […]

Trending Business
pic 2 ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરનારા લોકો માટે રાહતના સમાચાર, આ જગ્યાએ ખુલ્યું દેશનું પહેલું બીટકોઈન ATM

બેંગલુરુ,

ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ક્રિપ્ટોકરન્સી બીટકોઈનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ હવે બેંગલુરુમાં બીટકોઈન ખરીદવા તેમજ વેચવા માટે ATM મશીન ખોલવામાં આવ્યું છે.

દેશનું પ્રથમ બીટકોઈન ATM મશીન બેંગલુરુના એક મોલમાં મુકવામાં આવ્યું છે. બીટકોઈન યુઝરો માટે ક્રિપ્ટોકરન્સી એક્સેચેજ યૂનોકોઈન દ્વારા આ ATM લોન્ચ કરવામાં આવ્યું છે.

DpsZzLjU4AANuYQc ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરનારા લોકો માટે રાહતના સમાચાર, આ જગ્યાએ ખુલ્યું દેશનું પહેલું બીટકોઈન ATM
business-buy-sell-bitcoins-atm-bengaluru-india-first

બીટકોઈન યુઝરો માટે ક્રિપ્ટોકરન્સી એક્સેચેજ યૂનોકોઈન દ્વારા આ ATM લોન્ચ કરવામાં આવ્યું છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, બીટકોઈન ATM બનાવનાર કંપની NCR દ્વારા બનાવવામાં આવેલું આ ATM સામાન્ય એટીએમથી અલગ છે. આ ATMમાં ક્રેડિટ તેમજ ડિબેટ કાર્ડના સ્લોટને બંધ કરવામાં આવ્યો છે, કારણ કે સરકાર દ્વારા બેંકો પર ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

યૂનોકોઈન અને તેના એક યુનિટ યૂનોડેક્સ દ્વારા ગ્રાહકોને એક દિવસમાં ૧,૦૦૦ થી લઈ ૧૦,૦૦૦ સુધીની કેસ ડિપોઝીટ અથવા તો કાઢી શકે છે. આ ઉપરાંત બીટકોઈન યુઝરના એકાઉન્ટમાં જેટલી પણ રકમ હશે તેનાથી તે આ ATMની મદદથી બીજી ક્રિપ્ટોકરન્સી પણ કરી ખરીદી શકશે.

ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરનારા લોકો માટે રાહતના સમાચાર, આ જગ્યાએ ખુલ્યું દેશનું પહેલું બીટકોઈન ATM
business-buy-sell-bitcoins-atm-bengaluru-india-first

યૂનોકોઈનના CEO અને ફાઉન્ડર સાત્વિક વિશ્વનાથે જણાવ્યું હતું કે, દેશમાં યૂનોકોઈનના ૧૩ લાખ યુઝર છે. પ્રતિબંધ પહેલા ભારતીયો પોતાના બીટકોઈનનો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકે છે.

ભારતીય લોકો બીટકોઈન દ્વારા nafa.ઇન પર ગીફ્ટ કાર્ડ ખરીદવા, પદ્મા બુક હાઉસમાંથી પુસ્તક ખરીદવા તેમજ મ્યુઝિક CD ખરીદવા માટે કરી શકે છે, પરંતુ તેઓનું કહેવું છે કે, હવે આ બીટકોઈન ATMની મદદથી ગ્રાહકોને ઘણી સુવિધા મળશે.

બીજી ભારતમાં બીટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીનો જેટલો ક્રેજ છે, તેનાથી સામે આવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ પણ યુનોકોઈનન ગ્રાહકોમાં ૧૮ ટકાની વૃદ્ધિ થઇ છે.

મહત્વનું છે કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ ભારતમાં બેંકો તેમજ નિયમિત નાણાકીય સંસ્થાઓમાં બીટકોઈનના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો નથી.