Fairyland/ પરીઓની ભૂમિ કહેવાતા ભારતના આ પર્વતનું રહસ્ય શું છે..જાણો..

પરીઓની આ ભૂમિ ઉત્તરાખંડમાં આવેલી છે.  ખૈત પર્વતને પરીઓની ભૂમિ કહેવામાં આવે છે. આ પર્વત ટિહરી ગઢવાલમાં આવેલો છે

Ajab Gajab News Trending Lifestyle
Fairyland

Fairyland: બાળપણમાં દાદા-દાદી પાસેથી ઘણી બધી પરીકથાઓ સાંભળી હશે. પુસ્તકોમાં પણ વાંચ્યા હશે. એ વખતે આ બધું  સાચું લાગતું હતું. પણ જેમ જેમ અમે મોટા થવા લાગ્યા અને  સમજણ વધવા લાગી, ત્યારે લાગ્યું કે આ બધું કાલ્પનિક છે. પરંતુ શું તે ખરેખર કાલ્પનિક છે? દુનિયામાં ઘણા રહસ્યો છુપાયેલા છે, એ જરૂરી નથી કે જેને આપણે કાલ્પનિક માનીએ છીએ તે વાસ્તવમાં ખોટા હોય. જો કે મનુષ્યની એવી વૃત્તિ છે કે જ્યાં સુધી તેને કોઈ વાત પર કોઈ નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી તે તેને ખોટુ જ સમજે છે.  માટે આજે વાત કરવાની છે  ભારતની તે જગ્યા વિશે  જેને પરીઓની ભૂમિ કહેવામાં આવે છે.

ક્યાં છે પરીઓની ભૂમિ

પરીઓની આ ભૂમિ ઉત્તરાખંડમાં આવેલી છે.  ખૈત પર્વતને પરીઓની ભૂમિ (Fairyland) કહેવામાં આવે છે. આ પર્વત ટિહરી ગઢવાલમાં આવેલો છે અને તેના વિશે ઉત્તરાખંડમાં ઘણી દંતકથાઓ અને વાર્તાઓ પ્રચલિત છે. સ્થાનિક ગઢવાલી ભાષામાં કહેવાય છે કે આંછરી આ પર્વત પર રહે છે. વાસ્તવમાં પરીઓને ગઢવાલી ભાષામાં આંછરી કહેવામાં આવે છે.

પરીઓ ગામની રક્ષા કરે છે

થાટ ગામ આ પર્વતની સૌથી નજીક છે. અહીંના લોકોનું માનવું છે કે પરીઓ હજારો વર્ષોથી તેમના ગામની રક્ષા કરે છે. કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે તેમણે ખૈત પર્વત પર ઘણી વાર પરીઓને જોઈ છે. જો કે આજદિન સુધી આ અંગે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

પર્વત સુંદરતાથી સમૃદ્ધ

સ્વાભાવિક છે કે જે વિસ્તારને પરીઓની ભૂમિ કહેવામાં આવે છે તે ખૂબ જ સુંદર અને સમૃદ્ધ જ હોય. ખૈત પર્વત પણ ખૂબ જ સુંદર છે.  આખા વર્ષ દરમિયાન અહીં ચારે બાજુ હરિયાળી રહે છે, અહીંના વૃક્ષો પર હંમેશા ફૂલો અને ફળો જોવા મળે છે. જો કે,  અહીંથી લઇ જવામાં આવેલો છોડ અન્ય કોઇ જગ્યાએ રોપવામાં આવે તો તે  થોડા દિવસોમાં સુકાઈ જાય છે.  કહેવાય છે કે આ પર્વત પર અખરોટ અને લસણની ખેતી આપોઆપ થાય છે. એટલે કે, કોઈ તેના વૃક્ષો વાવતા નથી છતા પણ પર્વત પર છોડ જાતે જ ઉગે છે.