નવરાત્રી રેસીપી/ નવરાત્રીના ઉપવાસમાં બનાવો સરળ રીતે સાબુદાણાના વડા

આજથી નવરાત્રી શરુ થઇ ગઈ છે ત્યાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. ઉપવાસમાં લોકો અનેક પ્રકારની ફરાળી વાનગીઓ બનાવતા હોય છે. તો આજે અમે તમને સાબુદાણા વડા બનાવવાની રીત જણાવીશું. તો નોંધી લો રીત અને ફટાફટ ઘરે બનાવો સાબુદાણાના વડા.

Food Lifestyle
1q નવરાત્રીના ઉપવાસમાં બનાવો સરળ રીતે સાબુદાણાના વડા

સામગ્રી

1/2 કપ સાબુદાણા
1 કપ બાફી , છોલીને મસળી લીધેલા બટાટા
1/3 કપ શેકેલી મગફળી(હલકો ભુક્કો કરેલી)
1/2 ટીસ્પૂન જીરૂ
1 ટીસ્પૂન ખમણેલું આદૂ
1 1/2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (મરજિયાત)
સાકર (મરજિયાત)
ફરાળી મીઠું (સ્વાદાનુસાર)
તેલ (તળવા માટે)

પીરસવા માટે
લીલી ચટણી
તાજા દહીંમાં ટેબલસ્પૂન પીસેલી સાકર મેળવેલી

બનાવવાની રીત

સાબુદાણા સાફ કરીને પછી તેને ધોઇને આશરે 1/3 કપ પાણીમાં લગભગ 4 થી 5 કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પાણીમાં પલાળી રાખો.

ત્યાર પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ ભેળવીને સારી રીતે મિક્સ કરી લો.

આ મિશ્રણના 8 સરખા ભાગ પાડી, દરેક ભાગને 75 મી. મી. (3)ના ગોળ ચપટો આકાર આપી વડા બનાવી લો અને તેને બાજુ પર મૂકી રાખો.

એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી લો પછી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર મૂકી રાખો.

ગરમ ગરમ લીલી ચટણી અને મીઠા દહીં સાથે પીરસો.


whatsapp ad White Font big size 2 4 નવરાત્રીના ઉપવાસમાં બનાવો સરળ રીતે સાબુદાણાના વડા


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો