Not Set/ એમેઝોનના કરોડો ગ્રાહકોનો ડેટા થયો લીક : ભારતીય ગ્રાહકો પણ બન્યા શિકાર

દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના કરોડો ગ્રાહકોનો ડેટા લીક થયો છે. વિશ્વભરમાં કંપનીના ઘણા ગ્રાહકોની ખાનગી માહિતી લીક થઈ છે. જોકે હવે આ ઘટનામાં કંપનીના ભારતીય ગ્રાહકોનો પણ સમાવેશ થયો છે. રિપોર્ટ મુજબ અમેરિકા અને યુરોપ ખાતે એમેઝોનના સૌથી વધુ ગ્રાહકોના નામ અને ઇમેલ આઈડી વેબસાઇટ પર જાહેર થયા છે. મહત્વનું છે કે ગુરૂવારે ટેક્નિકલ ખામીના કારણે […]

Top Stories Business
amazon data breach એમેઝોનના કરોડો ગ્રાહકોનો ડેટા થયો લીક : ભારતીય ગ્રાહકો પણ બન્યા શિકાર

દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના કરોડો ગ્રાહકોનો ડેટા લીક થયો છે. વિશ્વભરમાં કંપનીના ઘણા ગ્રાહકોની ખાનગી માહિતી લીક થઈ છે. જોકે હવે આ ઘટનામાં કંપનીના ભારતીય ગ્રાહકોનો પણ સમાવેશ થયો છે. રિપોર્ટ મુજબ અમેરિકા અને યુરોપ ખાતે એમેઝોનના સૌથી વધુ ગ્રાહકોના નામ અને ઇમેલ આઈડી વેબસાઇટ પર જાહેર થયા છે.

મહત્વનું છે કે ગુરૂવારે ટેક્નિકલ ખામીના કારણે એમેઝોનના ગ્રાહકોના નામ અને ઇમેલ આઇડી તેની વેબસાઇટ પર જાહેર થયા હતા. જોકે વૈશ્વિક સ્તરે અને ભારતમાં કેટલા ગ્રાહકોની માહિતીજાહેર થઈ છે તે હાલ સ્પષ્ટ નથી. જણાવી દઈએ કે એમેઝોન સાથે લગભગ 15 કરોડ લોકો રજીસ્ટર્ડ છે. ઉપરાંત કંપની તરફથી અત્યાર સુધી ભારતીય ગ્રાહકોની માહિતી લીક થયા હોવાની કોઈ સ્પષ્ટ માહિતી કે સુચના આપવામાં આવી નથી.

કંપનીએ જણાવ્યું કે, અમે ટેક્નિકલ ખામીને દૂર કરી છે અને ગ્રાહકોને તે વિશે જાણ કરી છે. વધુમાં કંપનીએ કહ્યું કે, આ કોઇ હેકિંગ નથી, ટેક્નિકલ ખામીના કારણે વેબસાઇટ પર માહિતી લીક થઈ છે. જોકે હવે એમેઝોનની સિસ્ટમ અને ગ્રાહકોની સંપૂર્ણ માહિતી પાસવર્ડ સહિત સુરક્ષિત છે.

કંપનીએ આ વિશે ગ્રાહકોને મેસેજ મોકલીને માહિતી આપી છે. કંપનીએ આ મેસેજ અમેરિકા અને યુરોપમાં સૌથી વધુ લોકોને મોકલ્યા છે. કારણ કે ત્યાં કંપનીના વધુ ગ્રાહકોની માહિતી લીક થઈ હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે એમેઝોન ગ્રાહકોનો ડેટા લીક થયા હોવાની ઘટના અમેરિકામાં તહેવારી સિઝન દરમિયાન સામે આવી છે. જેથી માનવામાં આવી રહ્યું છે કે આ ઘટનાના કારણે કંપનીના વેપારને પણ ભારે અસર થઈ છે.