Not Set/ આ કંપની પોતાના CEOની સુરક્ષા માટે મુકેશ અંબાણીના પગાર કરતા વધુ રૂપિયા કરે છે ખર્ચ, જુઓ આ આંકડા

નવી દિલ્હી, દુનિયાની દિગ્ગજ કંપનીઓ દ્વારા પોતાના ટોચના અધિકારીઓ જેવા કે ફાઉન્ડર તેમજ CEOઓની સુરક્ષા પાછળ કરવામાં આવતી સુરક્ષાને લઈ ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા મુજબ, ભારતીય કંપનીઓ દ્વારા ખતરાને જોતા પણ વિદેશી કંપનીઓની તુલનામાં CEOની સુરક્ષા પાછળ ઓછો ખર્ચ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાની જાયન્ટ કપની ફેસબુક દ્વારા પોતાના […]

Top Stories Trending Business
104577141 GettyImages આ કંપની પોતાના CEOની સુરક્ષા માટે મુકેશ અંબાણીના પગાર કરતા વધુ રૂપિયા કરે છે ખર્ચ, જુઓ આ આંકડા

નવી દિલ્હી,

દુનિયાની દિગ્ગજ કંપનીઓ દ્વારા પોતાના ટોચના અધિકારીઓ જેવા કે ફાઉન્ડર તેમજ CEOઓની સુરક્ષા પાછળ કરવામાં આવતી સુરક્ષાને લઈ ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા મુજબ, ભારતીય કંપનીઓ દ્વારા ખતરાને જોતા પણ વિદેશી કંપનીઓની તુલનામાં CEOની સુરક્ષા પાછળ ઓછો ખર્ચ કરે છે.

mukesh આ કંપની પોતાના CEOની સુરક્ષા માટે મુકેશ અંબાણીના પગાર કરતા વધુ રૂપિયા કરે છે ખર્ચ, જુઓ આ આંકડા
business-facebook spent 52 cr. rupees for founder higher than mukesh ambani annual salary

તમને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાની જાયન્ટ કપની ફેસબુક દ્વારા પોતાના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ પાછળ જેટલો ખર્ચ થાય છે તે ભારત સહિત એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની વાર્ષિક આવક (૧૫ કરોડ) કરતા સાઢા ત્રણ ગણો છે.

ફેસબુક દ્વારા માર્ક ઝુકરબર્ગ પાછળ ૫૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોવામાં આવે તો, માર્ક ઝુકરબર્ગની સુરક્ષા પાછળ થતો ખર્ચ એ દુનિયાની ટોચની ૫ કંપનીઓ કરતા પણ વધુ છે.

Facebook 1 આ કંપની પોતાના CEOની સુરક્ષા માટે મુકેશ અંબાણીના પગાર કરતા વધુ રૂપિયા કરે છે ખર્ચ, જુઓ આ આંકડા
business-facebook spent 52 cr. rupees for founder higher than mukesh ambani annual salary

આ પાંચ કંપનીઓમાં એમેઝોનના CEO જેફ બિજોસ, ઓરેકલના લૈરી એલિસન જેવા CEO શામેલ છે, જેઓની સુરક્ષા પાછળ ૧૦ લાખ ડોલરથી પણ વધુ રૂપિયા ખર્ચ થાય છે.

ભારતીય કંપનીઓ છે કંજૂસ

દુનિયાની મોટી કંપનીઓની તુલનામાં ભારતીય કંપનીઓ પોતાના CEOની સુરક્ષા પાછળ ખુબ ઓછો ખર્ચ કરે છે. મુકેશ અંબાણીનું માસિક સિક્યોરિટી બીલ ૧૫ – ૧૬ લાખ રૂપિયાની આસપાસ છે, જે દુનિયાની અન્ય કંપનીઓની તુલનામાં ખુબ ઓછું છે.

જો કે મુકેશ અંબાણી સરકારી સુરક્ષા મેળવનારા પ્રથમ વ્યક્તિ છે, જેઓને સરકાર તરફથી Z શ્રેણીની સુરક્ષા મળી છે. Z શ્રેણીની સુરક્ષામાં બે શિફ્ટમાં ૩૩ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેતા હોય છે.