Not Set/ ડોલરની સામે ભારતીય રૂ. માં થઇ રહેલો ઘટાડો, આ રીતે બગાડી શકે છે તમારું બજેટ…

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને આતંરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલના કારણે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો યથાવત રહ્યો છે. ડોલરના મુકાબલામાં રૂપિયામાં થઇ રહેલા ઘટાડા બાદ ભારતીય રૂપિયાએ ૭૧નો આંકડો વટાવ્યો છે. ત્યારે હવે અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની અસર ભારત જેવા દેશ પાર સૌથી વધુ પડે […]

Trending Business
Dl0bVw7WsAIizCd ડોલરની સામે ભારતીય રૂ. માં થઇ રહેલો ઘટાડો, આ રીતે બગાડી શકે છે તમારું બજેટ...

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને આતંરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલના કારણે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો યથાવત રહ્યો છે. ડોલરના મુકાબલામાં રૂપિયામાં થઇ રહેલા ઘટાડા બાદ ભારતીય રૂપિયાએ ૭૧નો આંકડો વટાવ્યો છે.

46047182 dollar or indian rupee usd inr currency pair concept ડોલરની સામે ભારતીય રૂ. માં થઇ રહેલો ઘટાડો, આ રીતે બગાડી શકે છે તમારું બજેટ...
Dollar or Indian Rupee, USD/INR currency pair concept

ત્યારે હવે અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની અસર ભારત જેવા દેશ પાર સૌથી વધુ પડે છે. જાણો, તમારી જિંદગીમાં પણ કેવી રીતે કરી શકે છે અસર..

૧. બીજા દેશોમાંથી આયાત કરવામાં આવતી  વસ્તુઓ બનશે મોંઘી

671 620 465 ડોલરની સામે ભારતીય રૂ. માં થઇ રહેલો ઘટાડો, આ રીતે બગાડી શકે છે તમારું બજેટ...
business-falling-indian rupee-dollar-household-budgets

આયાતકારોનું કહેવું છે કે, ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાના કારણે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આ ઉપરાંત કાચો માલ, મશીનરી, રો મટિરિયલ, ચોકલેટ અને પેટ્રોલ – ડીઝલ ગત સપ્તાહમાં મોંઘા થઇ ચુક્યા છે.

૨. વિદેશમાં શિક્ષણ થશે મોંઘુ  

banner ડોલરની સામે ભારતીય રૂ. માં થઇ રહેલો ઘટાડો, આ રીતે બગાડી શકે છે તમારું બજેટ...
business-falling-indian rupee-dollar-household-budgets

ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાના કારણે દેશના મધ્યમ વર્ગના એ લોકો પર વધુ પડી શકે જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય છે. આ પહેલા અમેરિકાની યુનિવર્સીટીમાં શિક્ષણનો એન્યુઅલ ખર્ચ ૩૦,૦૦૦ ડોલર થતો હતો, જો કે હવે લોકોને ૩ થી ૪ લાખ રૂપિયા વધુ ખર્ચ કરવા પડી રહ્યા છે.

૩. દવાઓ અને મેડિકલના સાધનો થશે મોંધી

waste medicines image 2 mar14 ડોલરની સામે ભારતીય રૂ. માં થઇ રહેલો ઘટાડો, આ રીતે બગાડી શકે છે તમારું બજેટ...
business-falling-indian rupee-dollar-household-budgets

ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની અસર કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ પણ મોંઘી થઇ ચુકી છે. ૬ મહિના પહેલાના કરતા વર્તમાન સમયમાં આ જ દવાઓ ૧૦ ટકા મોંઘી થઇ ચુકી છે.

આ ઉપરાંત ભારત અંદાજે ૮૦ ટકા જેટલા મેડિકલ સાધનો અમેરિકા પાસેથી ખરીદે છે. ત્યારે એમાં પણ વધારો થવાની સંભાવના છે.

૪. પેટ્રોલ – ડીઝલ થશે મોંઘા

power 99 octane fuel ડોલરની સામે ભારતીય રૂ. માં થઇ રહેલો ઘટાડો, આ રીતે બગાડી શકે છે તમારું બજેટ...

ડોલરની સામે ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની સૌથી વધુ અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી રહી છે. દેશમાં રોજબરોજના ઉપયોગમાં લેવામાં આવતા પેટ્રોલ ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અત્યારસુધીના તમામ રેકોર્ડ તૂટી ચુક્યા છે.