Not Set/ અચાનક શું થયું કે મોંઘુ થઇ ગયું ફલાઈટનું ભાડું !

દિલ્લી દિલ્લીથી જવા અને દિલ્લી આવનરા યાત્રિકોને હવે ભાડા માટે વધારે રૂપિયા આપવા પડશે.તમને જણાવી દઈએ કે હાલ દિલ્લી એરપોર્ટ પર ત્રણ માંથી એક રન-વે પર કામકાજ ચાલુ છે. એક માર્ગ બંધ કરી દેતા વિમાનનું ભાડું ૩૦૦ ટકા વધી ગયું છે. ઇન્દીરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટનું કામકાજ દેખનાર કંપની જીએમઆરના જણાવ્યા પ્રમાણે ત્રણ રન-વેમાંથી એક રન-વે […]

Top Stories India Trending
DEL 01 અચાનક શું થયું કે મોંઘુ થઇ ગયું ફલાઈટનું ભાડું !

દિલ્લી

દિલ્લીથી જવા અને દિલ્લી આવનરા યાત્રિકોને હવે ભાડા માટે વધારે રૂપિયા આપવા પડશે.તમને જણાવી દઈએ કે હાલ દિલ્લી એરપોર્ટ પર ત્રણ માંથી એક રન-વે પર કામકાજ ચાલુ છે.

એક માર્ગ બંધ કરી દેતા વિમાનનું ભાડું ૩૦૦ ટકા વધી ગયું છે.

ઇન્દીરા ગાંધી આંતરાષ્ટ્રીય એરપોર્ટનું કામકાજ દેખનાર કંપની જીએમઆરના જણાવ્યા પ્રમાણે ત્રણ રન-વેમાંથી એક રન-વે બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લીધે ૫૦ ફ્લાઈટ રદ્દ થઇ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે સમાન્ય દિવસોમાં દિલ્લીથી મુંબઈનું ભાડું ૫૦૦૦ રૂપિયા છે જયારે હાલ તે વધીને ૧૫,૦૦૦ સુધીનું થઇ ગયું છે. તો બીજી તરફ દિલ્લીથી બેંગ્લોરની ટીકીટ સામાન્ય દિવસોમાં ૬૦૦૦ હોય છે જે હાલ વધારીને ૧૧૦૦૦ કરી દેવામાં આવી છે.

૧૩ દિવસ માટે રન-વે ૨૭-૦૯ને બંધ કરી દેવામાં આવ્યું છે. ઇન્દીરા ગાંધી એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. અહી ત્રણ રન-વે આવેલા છે. એક રન-વે બંધ થઇ જતા રોજની આશરે ૫૦ ફ્લાઈટનું ડિપાર્ચર અને અરાઈવલ ઘટી જશે.