Not Set/ દેશમાં GST કલેક્શન હજી પણ ટાર્ગેટથી દૂર, નવેમ્બર મહિનામાં આવ્યો ૩૦૦૦ કરોડ રૂ.નો ઘટાડો

નવી દિલ્હી, ગત વર્ષે ૧ જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) બાદ સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સના કલેક્શન આંકડો જાહેર કરવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં જ સમાપ્ત થયેલા નવેમ્બર મહિનામાં જમા થયેલા GST ટેક્સનો આંકડો સામે આવ્યો છે. GST કલેક્શનને લઈ સામે આવેલા આંકડા મુજબ, નવેમ્બર મહિનામાં […]

Top Stories Trending Business
modi story 647 2 022416020951 દેશમાં GST કલેક્શન હજી પણ ટાર્ગેટથી દૂર, નવેમ્બર મહિનામાં આવ્યો ૩૦૦૦ કરોડ રૂ.નો ઘટાડો

નવી દિલ્હી,

ગત વર્ષે ૧ જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવેલા એક સમાન કર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) બાદ સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સના કલેક્શન આંકડો જાહેર કરવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં જ સમાપ્ત થયેલા નવેમ્બર મહિનામાં જમા થયેલા GST ટેક્સનો આંકડો સામે આવ્યો છે.

GST કલેક્શનને લઈ સામે આવેલા આંકડા મુજબ, નવેમ્બર મહિનામાં કુલ ૯૭,૬૩૭ રૂપિયા જમા થયા છે. જો કે આ આંકડો સરકારના ટાર્ગેટ કરતા ૩૦૦૦ કરોડ રૂપિયા ઓછો છે. આ ઉપરાંત દેશના GDP ગ્રોથ રેટમાં પણ ઘટાડો થયો છે.

698777 gst 062918 દેશમાં GST કલેક્શન હજી પણ ટાર્ગેટથી દૂર, નવેમ્બર મહિનામાં આવ્યો ૩૦૦૦ કરોડ રૂ.નો ઘટાડો

નાણા મંત્રાલયના આંકડાઓ મુજબ, નવેમ્બર, ૨૦૧૮માં સેન્ટ્રલ જીએસટી (CGST)ની આવક ૧૬,૮૧૨ કરોડ રૂપિયાની  થઇ છે, જ્યારે સ્ટેટ જીએસટી (SGST)ની આવક ૨૩,૦૭૦ કરોડ રૂપિયા હતી અને ઇન્ટીગ્રેટેડ જીએસટી (IGST)ની આવક ૪૯,૭૨૬ કરોડ રૂપિયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન મોદી સરકાર દ્વારા દર મહિને ૧ લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુ GST ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

આ પહેલા ઓક્ટોમ્બર મહિનામાં કુલ જીએસટીની આવક ૧,૦૦,૭૧૦ કરોડ રૂપિયા હતી, જયારે ચાલુ વર્ષના મે મહિનામાં જીએસટી કલેક્શન ૯૪,૦૧૬ કરોડ રૂપિયા,જુન મહિનામાં ૯૫,૬૧૦ કરોડ રૂપિયા, જુલાઇ મહિનામાં ૯૬,૪૮૩ કરોડ રૂપિયા, ઓગષ્ટ મહિનામાં ૯૩,૯૬૦ કરોડ રૂપિયા અને સપ્ટેમ્બર મહિનામાં ૯૪,૪૪૨ કરોડ રૂપિયા હતું.