Not Set/ મહારથી ડોલર સામે રૂપિયાની હાલત થઇ અત્યંત દયનીય, ૭૪.૧૪ રૂ.નો થયો એક ડોલર

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે ભારતીય રૂપિયામાં થયેલા ૫૬ પૈસાના ઘટાડા સાથે એક ડોલરની કિંમત ૭૪.૧૪ના અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. ડોલરની સામે ભારતીય રૂપિયાનું આ સૌથી ન્યૂનતમ સ્તર છે. રૂપિયો મજબૂત થવાની આશા નહીવત નિષ્ણાતોનું […]

Top Stories Trending Business
rupee dollor મહારથી ડોલર સામે રૂપિયાની હાલત થઇ અત્યંત દયનીય, ૭૪.૧૪ રૂ.નો થયો એક ડોલર

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે.

શુક્રવારે ભારતીય રૂપિયામાં થયેલા ૫૬ પૈસાના ઘટાડા સાથે એક ડોલરની કિંમત ૭૪.૧૪ના અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. ડોલરની સામે ભારતીય રૂપિયાનું આ સૌથી ન્યૂનતમ સ્તર છે.

623301456 612x612 1 1 1 મહારથી ડોલર સામે રૂપિયાની હાલત થઇ અત્યંત દયનીય, ૭૪.૧૪ રૂ.નો થયો એક ડોલર
business-indian-rupee-reached-record-level-dollar-rupees-per-1-dollar

રૂપિયો મજબૂત થવાની આશા નહીવત

નિષ્ણાતોનું માનવું છે કે, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે

શેરબજારમાં પણ થયો કડાકો

Sensex BSE 2017 1 1 1 1 1 1 મહારથી ડોલર સામે રૂપિયાની હાલત થઇ અત્યંત દયનીય, ૭૪.૧૪ રૂ.નો થયો એક ડોલર
business-indian-rupee-reached-record-level-dollar-rupees-per-1-dollar

બીજી બાજુ ભારતીય રૂપિયામાં થઇ રહેલા ઘટાડાની અસર શેર માર્કેટ પર પણ પડી રહી છે. BSE ઇન્ડેક્સ પર સેન્સેક્સમાં ૭૯૨.૧૭ પોઈન્ટના કડાકા સાથે ૩૪,૩૭૬.૯૯ અને નિફ્ટી ૨૮૨.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૦,૩૧૬.૪૫ ના સ્તર પર પહોચ્યું છે.

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે.

બીજી બાજુ ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની અસર વિદેશથી આવનારી વસ્તુઓ તેમજ શિક્ષણ, દવાઓ, મેડિકલ સુવિધાઓ સહિતની અનેક સેવાઓ પર માઠી અસર પડી શકે છે.