Not Set/ 41 અરબ રૂપિયામાં સહારાની આ હોટલ ખરીદશે કતાર: ટ્રમ્પ પણ રહી ચુક્યા છે માલિક

કતાર, ન્યુયોર્કની સૌથી મહત્વપૂર્ણ પ્લાઝા હોટલ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ હોટલની કિંમત 41 અરબ રૂપિયા લગાવવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ હોટલના માલિક રહી ચુક્યા છે. જોકે, દેવું થઇ જવાના કારણે એમને આ હોટેલ વાચી દેવી પડી હતી. કતાર સરકારની કંપની કતાર હોલ્ડિંગ્સ આ હોટલની પૂરી માલિકી ખરીદી લેશે. […]

Top Stories World Business
plaza.0 41 અરબ રૂપિયામાં સહારાની આ હોટલ ખરીદશે કતાર: ટ્રમ્પ પણ રહી ચુક્યા છે માલિક

કતાર, ન્યુયોર્કની સૌથી મહત્વપૂર્ણ પ્લાઝા હોટલ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. આ હોટલની કિંમત 41 અરબ રૂપિયા લગાવવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ હોટલના માલિક રહી ચુક્યા છે. જોકે, દેવું થઇ જવાના કારણે એમને આ હોટેલ વાચી દેવી પડી હતી. કતાર સરકારની કંપની કતાર હોલ્ડિંગ્સ આ હોટલની પૂરી માલિકી ખરીદી લેશે.

1457053475012 e1530714164381 41 અરબ રૂપિયામાં સહારાની આ હોટલ ખરીદશે કતાર: ટ્રમ્પ પણ રહી ચુક્યા છે માલિક

અમેરિકાની ઐતિહાસિક 111 વર્ષ જૂની પ્લાઝા હોટલમાં 75 ટકા સ્ટેક ભારતીય બીઝનેસ ગ્રુપ સહારા ઇન્ડિયા પરિવારનો છે. જોકે, આ બાબત પર હજુ સુધી કતાર અને સહારાનું નિવેદન મળ્યું નથી.

એક અમેરિકી અખબારના રીપોર્ટ મુજબ આ હોટલ ખરીદવાનો સોદો સોમવારે થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ આ હોટલની તુલના મોનાલીસા પેઈન્ટીંગ સાથે કરી ચુક્યા છે. આ સોદામાં હોટલના ઓપન એરિયા અને 282 ગેસ્ટ રૂમ પણ શામેલ છે.

Plaza Hotel New York e1530714310927 41 અરબ રૂપિયામાં સહારાની આ હોટલ ખરીદશે કતાર: ટ્રમ્પ પણ રહી ચુક્યા છે માલિક

આ પહેલા એપ્રિલમાં સહારા તરફથી ન્યુયોર્કના એક ગ્રુપ સાથે હોટલ વેચવા બાબતે વાતચીત ચાલતી હતી. પરંતુ ત્યારે સોદો થઇ શક્યો નહતો.

કતાર સરકારે હોસ્પીટાલીટી ફંડ હેઠળ પ્લાઝા હોટલ ખરીદી છે. કતાર દુનિયાભરમાં આ ફંડ હેઠળ હોટલો ખરીદે છે. આ પહેલા કતાર સરકારે લંડન સ્થિત બે મોટી હોટલો ખરીદી હતી.