Not Set/ સેન્સેક્સમાં 500 અંકનો નોંધાયો કડાકો, અમેરીકાનાં ક્રુડ ઓઇલ પર પ્રતિબંધની અસર

મુંબઇ,  આજે ભારતીય માર્કેટ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગત સપ્તાહમાં નવો ઐતિહાસિક હાઇ બતાવનાર સેન્સેક્સમાં આજે મસમોટો કડાકો જોવા મળ્યો હતો. જેને લઇને ઇન્વેસ્ટરોનાં લાખો રૂપિયા ડુબ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર માર્કેટનાં આ રીતે તુટવા પાછળ નિષ્ણાતોનું માનવુ છે કે, ક્રુડનાં આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલી વૃદ્ધિએ ભારતીય શેરબજારની તેજી […]

Business
Sensex 1 સેન્સેક્સમાં 500 અંકનો નોંધાયો કડાકો, અમેરીકાનાં ક્રુડ ઓઇલ પર પ્રતિબંધની અસર

મુંબઇ, 

આજે ભારતીય માર્કેટ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગત સપ્તાહમાં નવો ઐતિહાસિક હાઇ બતાવનાર સેન્સેક્સમાં આજે મસમોટો કડાકો જોવા મળ્યો હતો. જેને લઇને ઇન્વેસ્ટરોનાં લાખો રૂપિયા ડુબ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર માર્કેટનાં આ રીતે તુટવા પાછળ નિષ્ણાતોનું માનવુ છે કે, ક્રુડનાં આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલી વૃદ્ધિએ ભારતીય શેરબજારની તેજી પર બ્રેક મારી છે.

આજે ભારતીય શેરબજારમાં કડાકો સર્જાતા ઇન્વેસ્ટરોનાં લાખો રૂપિયા ડુબ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આજે બીએસઇ ઇન્ડેક્સ 495 પોઇન્ટ ઘટીને 38,645નાં લેવલે અને નિફ્ટી 50 ઇન્ડેક્સ, 158 અંક નીચે 11,594નાં લેવલે બંધ આવ્યો છે. બેન્ક શેરોની વાત કરીએ તો આજે માર્ચ પછીનો સૌથી મોટો ઘટોડા જોવા મળ્યો હતો. તમને જણાવી દઇએ કે ઇરાન સાથે અમેરિકાની પરમાણુ સંધી રદ્દ થતા અમેરીકાએ તેના ક્રુડને ખરીદવા પર રોક લગાવી દીધી છે. આ સંધી નવેમ્બરમાં થઇ હતી. આ સાથે ક્રુડનાં ભાવ બેરલદીઠ 75થી 80 ડોલર સુધી વધવાની પણ આશંકા સેવાઇ રહી છે. હાલમાં ડોલર સામે રૂપિયાની વાત કરવામાં આવે તો તે 0.75થી ઘટીને 69.88 થયો હતો.