Not Set/ એરટેલ અને ઈ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે થઇ પાર્ટનરશીપ, ગ્રાહકોને મળશે કેશબેકનો ફાયદો

નવી દિલ્હી, દેશની સૌથી મોટી ટેલીકોમ કંપનીઓમાંની એક ભારતી એરટેલ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરની ઈ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે પાર્ટનરશીપ કરવામાં આવી છે. આ બે કંપનીઓની ભાગીદારી થયા બાદ ગ્રાહકોને કેશબેકની સુવિધા તેમજ એરટેલ રિચાર્જ મળી શકે છે. આ બંને ટોચની કંપનીઓની ભાગીદારી થયા બાદ ગ્રાહકો સેમસંગ, વનપ્લસ, શાઓમી, ઓનર, LG, લેનોવો અને મોટોરોલા સહિતની ૬૫થી […]

Business
201805181409208531 Bharti Airtel Amazon India to introduce 4G smartphones SECVPF એરટેલ અને ઈ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે થઇ પાર્ટનરશીપ, ગ્રાહકોને મળશે કેશબેકનો ફાયદો

નવી દિલ્હી,

દેશની સૌથી મોટી ટેલીકોમ કંપનીઓમાંની એક ભારતી એરટેલ અને ઓનલાઈન પ્લેટફોર્મ પરની ઈ-કોમર્સ કંપની એમેઝોન વચ્ચે પાર્ટનરશીપ કરવામાં આવી છે. આ બે કંપનીઓની ભાગીદારી થયા બાદ ગ્રાહકોને કેશબેકની સુવિધા તેમજ એરટેલ રિચાર્જ મળી શકે છે.

આ બંને ટોચની કંપનીઓની ભાગીદારી થયા બાદ ગ્રાહકો સેમસંગ, વનપ્લસ, શાઓમી, ઓનર, LG, લેનોવો અને મોટોરોલા સહિતની ૬૫થી પણ વધુ કંપનીઓના સ્માર્ટફોન ખરીદવા માટે કુલ ૨૬૦૦ રૂપિયાનો કેશબેક પ્રાપ્ત કરી શકશે.

સ્માર્ટફોન ખરીદવા પર મળશે કેશબેક

એરટેલ અને એમેઝોન વચ્ચે પાર્ટનરશીપ થયા બાદ ગ્રાહકોને કેશબેક જી 5 એસ પ્લસ, ઓનર 7 એક્સ, સેમસંગ ગેલેક્સી ઓન 7 પ્રાઇમ, નૂબિયા Z17 મીની, કૂલપૅડ કૂલ પ્લે 6, રેડમી 5, લેનોવો કે 8 નોટ, એલજી Q6, ઇનફોકોસ વિઝન 3 સહિતના સ્માર્ટફોનમાં મળી શકશે.

 કેવી રીતે મળશે કેશબેક

આ ઓફર હેઠળ ૨૦૦૦ રૂપિયાના કેશબેક ગ્રાહકોને આગળના ૩૬ મહિનાના સમય દરમિયાન મળશે અને બાકીના ૬૦૦ રૂપિયાનું કેશબેક કસ્ટમર અમેઝોન પર ૧૬૯ રૂપિયાના એરટેલ રિચાર્જ પર મળી શકશે.

મહત્વનું છે કે, ૧૬૯ રૂપિયાના રિચાર્જમાં ગ્રાહકોને અનલિમિટેડ વોયસ કોલ (STD + Local) અને દરરોજ ૧ GB ડેટા ૨૮ દિવસ સુધી મળશે.

 આ માટેનો શું છે પ્રક્રિયા :

૧. આ માટે સૌથી પહેલા ગ્રાહકોએ એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટથી એક 4G સ્માર્ટફોનને પૂરી કિંમત સાથે ખરીદવાનો રહેશે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવાનું કે સ્માર્ટફોન ખરીદતા પહેલા આ ઓફરની સાથે માન્ય સ્માર્ટફોનની લિસ્ટને પામ એમેઝોનની વેબસાઈટ પર ચેક કરી લેવું જોઈએ.

૨. આ ઉપરાંત ઉપભોક્તાઓએ સ્માર્ટફોન ખરીદ્યા બાદ પહેલા ૧૮ મહિનામાં એરટેલના ૩૫૦૦ રૂપિયાનું રિચાર્જ કરવવા પર ૫૦૦ રૂપિયા, આગળના ૧૮ મહિનામાં ૩૫૦૦ રૂપિયાનું રિચાર્જ કરાવવા પર ૧૫૦૦ રૂપિયા અને ત્યારબાદ ૨૪ મહિનામાં ૧૬૯ રૂપિયાનું રિચાર્જ કરાવવા પર ત્રીજા ભાગમાં ૬૦૦ રૂપિયાનું કેશબેક મળશે.