Not Set/ દેશની સૌથી મોટી IT કંપની TCSની ૧૬,૦૦૦ કરોડ રૂપિયાની બાયબેક યોજના કરાઈ મંજૂર

નવી દિલ્હી, દેશની સૌથી મોટી IT કંપની અને ૧૦૦ કરોડ ડોલરના ક્લબમાં સ્થાન પામનારી તાતા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) દ્વારા ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના શેર બાયબેક કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. TCS દ્વારા જણાવવામાં આવ્યું, “તેઓ ૧૫ ટકા પ્રીમિયમ સાથે ૨૧૦૦ રૂપિયા પ્રતિ શેરના હિસાબથી બાયબેક કરવામાં આવશે. આ યોજના હેઠળ કંપની ૭.૬૧ કરોડ શેર એટલે […]

Business
592567 592484 tcs website દેશની સૌથી મોટી IT કંપની TCSની ૧૬,૦૦૦ કરોડ રૂપિયાની બાયબેક યોજના કરાઈ મંજૂર

નવી દિલ્હી,

દેશની સૌથી મોટી IT કંપની અને ૧૦૦ કરોડ ડોલરના ક્લબમાં સ્થાન પામનારી તાતા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) દ્વારા ૧૬,૦૦૦ કરોડ રૂપિયાના શેર બાયબેક કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

TCS દ્વારા જણાવવામાં આવ્યું, “તેઓ ૧૫ ટકા પ્રીમિયમ સાથે ૨૧૦૦ રૂપિયા પ્રતિ શેરના હિસાબથી બાયબેક કરવામાં આવશે. આ યોજના હેઠળ કંપની ૭.૬૧ કરોડ શેર એટલે કે ૧.૯૯ ટકા શેર ખરીદશે.

દેશની અગ્રણી IT કંપની TCSની હાલમાં મળેલી ૫૦મી એન્યુઅલ મિટિંગ બાદ CEO રાજેશ ગોપીનાથને જણાવ્યું, “કંપની દ્વારા હંમેશા પોતાના રોકાણકારોને સારું રિટર્ન આપવામાં વિશ્વાસ રાખ્યો છે. અમે રોકાણકારોને ૮૦-૧૦૦ ટકા સીધી રિટર્ન આપવા માટે ઉપરના બેન્ડ સુધી પહોંચ્યા છે.

જયારે TCSના પૂર્વ CEO અને વર્તમાન તાતા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરે કહ્યું, “શેયર બાયબેકની પ્રક્રિયા આ વર્ષના સપ્ટેમ્બર મહિના સુધી પૂર્ણ કરવામાં આવશે”.

બીજી બાજુ, કંપની દ્વારા બાયબેકની કરાયેલી ઘોષણા બાદ શુક્રવારે BSEની ઇન્ડેક્સ પર કંપનીના શેરમાં ૩ ટકાનો વધારો જોવા મળ્યો છે અને BSE ઇન્ડેક્સમાં TCSના શેર ૧૮૪૯ રૂપિયાના મહત્તમ સ્તર પર પહોંચ્યા છે.

શું હોય છે બાયબેક શેર ?

ટોચની દિગ્ગજ કંપનીઓ દ્વારા જે શેર બાયબેકની ઘોષણા એ એક પ્રકારની ખાસ પ્રક્રિયા છે, જેમાં રોકાણકારોને વધારાના શેરોને પોતાના સરપ્લસનો ઉપયોગ કરીને ઓપન માર્કેટમાં ખરીદવામાં આવે છે. આ બાયબેક શેર શેરબજારના મુલ્ય અથવા તો તેના કરતા વધુ કિંમત પર ખરીદવામાં આવે છે.

કંપનીઓ દ્વારા શા માટે કરવામાં આવે છે બાયબેક ?

દેશની ટોચની કંપનીઓ દ્વારા પ્રીમિયમ શેરની ખરીદી કરીને બજારમાં તેની સંખ્યાને ઓછી કરે છે અને શેરની કિંમતને સ્થિર કરવાનો પ્રયાસ પણ કરે છે.

કંપનીઓ દ્વારા શેરનું બાયબેક એટલા માટે કરવામાં આવે છે કારણ કે, તેઓ પોતાના રોકાણકારો પર ભરોશો બનાવી રખાય છે અને જેમાં કંપની દ્વારા પોતાના નફામાંથી કેટલોક હિસ્સો આ રોકાણકારોને આપવામાં આવતો હોય છે.

આ ઉપરાંત બાયબેક દ્વારા કંપનીમાં પ્રમોટરની ભાગેદારી વધતી હોય છે અને કોઈ પણ ટેકઓવરના ખતરાને ટાળી શકાય છે.

રોકાણકારોને શું થઇ શકે છે ફાયદો :

વર્તમાન સમયમાં તમારી પાસે TCSના ૧૦૦ શેર છે અને તેનો ભાવ પ્રતિ શેર ૧૮૪૪ રૂપિયા છે અને કંપની દ્વારા પ્રતિ શેરની કિંમત ૨૧૦૦ રૂપિયા આપવામાં આવી રહી છે, ત્યારે આ સમયે પ્રતિ શેરમાં રોકાણકારોને ૨૫૬ રૂપિયાનો ફાયદો થશે. જેથી તમે જયારે પોતાના ૧૦૦ શેરનું વેચાણ કરશો તો ૨૫,૬૦૦ રૂપિયાનો ચોખ્ખો ફાયદો થશે.