આનંદ મહિન્દ્રા દેશના જાણીતા ઉદ્યોગપતિઓમાં સામેલ છે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટીવ છે. સોશિયલ મીડિયામાં તેઓ અવાર-નવાર રસપ્રદ પોસ્ટ શેર કરતા હોય છે. તેમની પોસ્ટ રમૂજી અને રસપ્રદ હોવા સાથે કેટલીક વખત નવી બાબતોની માહિતી આપનારી પણ હોય છે. આનંદ મહિન્દ્રાએ ફરી એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે જેમાં હિમવર્ષાનો આનંદ લેતી બે ક્યુટ છોકરીઓ પોતાની ભાષામાં કાશ્મીરનો પ્રચાર કરી રહી છે. હિમવર્ષામાં રમતી બાળકીઓના ક્યુટનેસની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં બે નાની ક્યુટ બાળકીઓ કાશ્મીરની હિમવર્ષા કેવી છે તેની જાણ કરતી જોવા મળી રહી છે. બંને છોકરીઓ બોલતી જોવા મળે છે કે – તમે જોઈ શકો છો કે આખરે બરફ પડી રહ્યો છે. તેથી અમે અહીં ખૂબ આનંદ કરીએ છીએ, મજા કરીએ છીએ. અહીં આસપાસ ખૂબ જ બરફ છે. મને લાગે છે કે હું સ્વર્ગની મધ્યમાં છું. વીડિયોમાં બંને યુવતીઓ બરફ સાથે રમતી જોવા મળે છે.
Sleds on Snow
Or
Shayari on Snow.
My vote goes to the second…#Sunday
— anand mahindra (@anandmahindra) February 4, 2024
વીડિયો સોશિયલ મીડિયામાં રજૂ થયાના ટૂંક સમયમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂકયા છે. આના પરથી અંદાજ લગાવી શકાય કે લોકોને આ વીડિયો કેટલો પસંદ આવ્યો હશે કે તેઓ તરત શેર કરી રહ્યા છે. લોકો બંને છોકરીઓના ક્યુટ રિપોર્ટિંગની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક વ્યક્તિ લખે છે કે બંને છોકરીઓ હીમવર્ષાનું સુંદર લાઈવ રીપોર્ટીંગ કરી રહ્યા છે. તેમના હાવભાવ ખરેખર એક રિપોર્ટર જેવા છે. અન્ય એક યુઝર લખે છે કે આ છોકરીઓને હું મારી કંપનીનો CEO બનાવીશ. બંને પ્રેઝન્ટીંગ સ્કીલ બહુ સરસ છે.
સોશિયલ મીડિયા આજે સંવાદ સાધવાનું એક મોટું પ્લેટફોર્મ છે. આજે લોકો આ પ્લેટફોર્મ દ્વારા પોતાના વિચારો અને અભિપ્રાયો આપે છે. લોકો ડાન્સ હોય કે પછી કોમિક મુદ્દો હોય તેની રિલ અને વીડિયો બનાવી પ્લેટફોર્મ પર શેર કરે છે. સારા કન્ટેન્ટને લોકો ખૂબ પસંદ કરે છે અને ભરપૂર પ્રશંસા પણ કરતા હોય છે. તો કેટલીક વખત લોકોએ ટિકાના ભોગ પણ બનવું પડે છે. ઉદ્યોગપતિએ આનંદ મહિન્દ્રા અવાર-નવાર પોસ્ટ શેર કરતા હોય છે. અગાઉ અમિતાભબચ્ચન અને મૌસમી ચેટરજીના ગીતને રિક્રેએટ કરતા મુંબઈના એક કપલના વીડિયોને પણ લોકોએ વધુ શેર કર્યો હતો. અને કેનેડા સાથે મતભેદ થવા પર ત્યાંથી પોતાના કેટલાક પ્રોજેકટ પડતા મૂકવાની ટ્વીટ ‘પહેલા દેશ’ને પણ લોકોએ ખૂબ વખાણ કર્યા હતા. હાલમાં કાશ્મીરની બે છોકરીઓનો એક વીડિયો વાયરલ થયો છે જેની ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ખૂબ પ્રશંસા કરતા વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
આ પણ વાંચો:uttarpradesh/ગોવિંદ દેવ ગિરી મહારાજ ‘અયોધ્યા, કાશી અને મથુરા’ના મંદિરને લઈને આપ્યું મોટું નિવેદન, મુસ્લિમ પક્ષકારોને શાંતિથી ઉકેલ લાવવા કરી અપીલ
આ પણ વાંચો:jairam ramesh/જ્યારે નીતિશને ફ્લોર ટેસ્ટ માટે 12 દિવસનો સમય મળ્યો, તો સોરેનને માત્ર 3 દિવસ કેમ મળ્યા? કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા હતા
આ પણ વાંચો:Prime Minister Narendra Modi/PM મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે, જુઓ ગૃહની કારોબારી યાદી
