Chhattisgarh News/ મહિલા DSP ના પ્રેમમાં લૂંટાયો વેપારી, બે કરોડ રોકડા, કાર અને દાગીના ચોરી કર્યાનો આરોપ

મહિલા DSP અને રાયપુરના હોટેલિયર દીપક ટંડન (પ્રેમમાં લૂંટાયો વેપારી) વચ્ચેના વિવાદને લઈને ચકચાર મચી છે

India
DSP કલ્પના વર્મા ના પ્રેમમાં લૂંટાયો વેપારી

Chhattisgarh News : એક મહિલા DSP ના પ્રેમમાં એક વેપારી લૂંટાઈ ગયો હતો. આ મહિલા DSP અને રાયપુરના હોટેલિયર દીપક ટંડન (પ્રેમમાં લૂંટાયો વેપારી) વચ્ચેના વિવાદને લઈને ચકચાર મચી છે. બીજીતરફ દીપક ટંડને દાંતેવાડી ડીએસપી કલ્પના વર્મા તથા તેના પરિવાર પર બ્લેકમેઈલિંગ, લાંચ અને છેતરપિંડીના ગંભીર આરોપ લગાવ્યા છે. 2021થી 2025 દરમિયાન પોતાની અને ડીએસપી કલ્પના વર્માની નિકટતા વધી હોવાનું, બેઝનેસમેને જણાવ્યું હતું. ત્યારબાદ આ મુલાકાતો વધતી ગઈ હતી. દરમિયાન કલ્પના વર્માએ સંબંધ બનાવવાનું વચન આપીને બિઝનેસમેન પાસેથી મોંઘી કાર, બે કરોડ રૂપિયા અને દાગીના લીધા હતા.

DSP કલ્પના વર્મા ના પ્રેમમાં લૂંટાયો વેપારી

DSP કલ્પના વર્માએ તેના નાના ભાઈ બિટ્ટુને નોકરી કે ધંધામાં મદદ કરવાને બહાને તેની પાસેથી પૈસા પણ લીધા હોવાનો દીપક ટંડનનો દાવો છે. 2023માં તેણે રાયપુરના એટમોસ્ફેરિયા રેસ્ટોરન્ટમાં ડીલ માટે ડીએસપી કલ્પના વર્માના પિતા હેમંત વર્માના ખાતામાં રૂ.30 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત તેને 42 લાખનો ચેક આપ્યો હોવાનું ટંડને કહ્યું હતું. ટંડને પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે તેના દાવા પ્રમાણે ચેક બાઉન્સ થઈ ગયો અને તેણીએ તેને ફસાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

પ્રેમમાં લૂંટાયો વેપારી દીપક ટંડન વિરૂધ્ધ કલ્પના વર્માના પિતા હેમંત વર્માએ બે મહિના અગાઉ પાંડ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટંડને વ્યવસાયિક વ્યવહાર માટે પૈસા પરત આપ્યા ન હોવાનો આરોપ હેમંત વર્માએ લગાવ્યો છે. બીજીતરફ દીપક ટંડનનો આરોપ છે કે આ તેમની વિરૂધ્ધ કાવતરૂ હતું અને પોતાના પૈસા જ્યારે પરત માંગ્યા ત્યારે તેમની સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

તે સિવાય ખામહારદીહ પોલીસ સ્ટેશનમાં ડીએસપી વિરૂધ્ધ ટંડને ફરિયાદ નોંધાવી છે. જેમાં પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ, વોટ્સએપ ચેટ તથા અન્ય દસ્તાવેજો રજૂ કર્યા છે. ડીએસપી કલ્પના વર્મા સતત પૈસા માંગતી હોવાનો તથા ફરિયાદ પરત લેવા દબાણ કરતી હોવાનો ટંડને દાવો કર્યો હતો.

બીજીતરફ આ તમામ આરોપોને કલ્પના વર્માએ પાયાવિહોણા ગણાવ્યા છે. ઉદ્યોગપતિ ખોટા આરોપ લગાવીને તેમની પાસેથી નાંણા કઢાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો ડીએસપીના પરિવારનો દાવો છે. મીડિયાના અહેવાલો અનુસાર બન્ને પક્ષોના પોલીસે નિવેદનો નોંધ્યા છે. પોલીસ આ મામલાને નાણાકીય વિવાદ તરીકે ગણી રહી છે. જોકે હજી સુધી બન્ને પક્ષો સામે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. પોલીસ આ અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં મકાનવાંછુ યુવક સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો: મેહુલ ચોક્સી PNB છેતરપિંડી કેસમાં મુંબઈ EDની મોટી કાર્યવાહી

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ઢોલરિયા સહિત 5 વ્યક્તિ સામે 4.28 કરોડની છેતરપિંડીનો આરોપ