Election/ રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટાચૂંટણી, માત્ર ઔપચારિકતા….

રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટાચૂંટણી, માત્ર ઔપચારિકતા….

Gujarat Others Trending
bansuri 6 રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટાચૂંટણી, માત્ર ઔપચારિકતા....

@અરૂણ શાહ ,મંતવ્યન્યૂઝ , અમદાવાદ.

  • પેટાચૂંટણી પહેલાં જ ભાજપ બેઠક જીતવાના ઉજળા સંજોગો
  • કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખવાનો કરી શકે નિર્ણય
  • કોંગ્રેસ ઉમેદવાર નહીં ઉભા રાખે તો બંન્ને ઉમેદવાર બિનહરીફ
  • ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાનો 18 ફેબ્રુઆરી અંતિમ દિવસ
  • સ્થાનિક સ્વરાજ્ય સાથે રાજ્યસભામાં પણ ભાજપનો વધશે દબદબો
  • હવે ગુજરાની રાજ્યસભામાં કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો
  • રાજ્યસભામા ગુજરાતની 11 પૈકી ભાજપને ફાળે 8 બેઠકો

 ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકો માટેની પેટાચૂંટણી માત્ર ઔપચારિક જ બની રહે એવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યસભામાં 2 બેઠક ઉમેદવાર નહીં ઉભા રાખવાનો નિર્ણય કરશે તો ભાજપ વગર ચૂંટણી યોજાયે બંન્ને બેઠકો બિનહરીફ મેળવશે.

રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા હતા એવા બે સાંસદ કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના  અભય ભારદ્વાજના નિધનના પગલે ખાલી પડેલી 2 બેઠકો માટેની પેટાચૂંટણી પહેલી માર્ચે યોજાશે. ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલાં ચૂંટણી કાર્યક્રમ મુજબ 18-મી-ફેબ્રુઆરી ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. દરમિયાન ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાની બે બેઠક માટે ચર્ચાતાં નામ કરતાં અલગ નામ પર પસંદગી ઉતારી છે. રાજકોટના વતની અને મારૂતી કુરિયરના માલિક રામભાઇ મોકરિયા અને બનાસકાંઠાજિલ્લાના ડીસાના વતની દિનેશભાઇ પ્રજાપતિ પર પસંદગી ઉતારી છે.

bansuri 7 રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટાચૂંટણી, માત્ર ઔપચારિકતા....

અગાઉ પશ્ચિમબંગાળના ટીએમસી તરફથી રાજ્યસભાના સાંસદ રહેલાં દિનેશ ત્રિવેદી કે જેઓ મૂળ ગુજરાતના કચ્છીમાડુ છે, તેમના નામની ચર્ચા વહેતી થઇ હતી. પરંતુ વડાપ્રધાનની કાર્યનીતિ મુજબ ચર્ચામાં રહેલાં નામ કરતાં કાંઇક અલગ જ નામ અને ઉમેદવારની પસંદગી કરી રાજકીય નેતાઓને પણ આશ્ચર્ય થાય એવા ઉમેદવારની પસંદગી કરી છે. દિનેશ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયાના નામની પસંદગી કરીને રાજ્યસભામાં ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધ્યું છે.

ચૂંટણીપંચના નિર્ણય મુજબ રાજ્યસભાની બંન્ને બેઠકો માટે અલગ-અલગ મતદાન યોજાશે. ત્યારે વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાબળની દ્રષ્ટિએ કોગ્રેસને રાજકીય લાભ થઇ શકે એમ નથી. જો એકસાથે મતદાન થાય તો સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપને 1 અને કોંગ્રેસને મળી શકતી હતી. પરંતુ ચૂંટણીપંચના નિર્ણય અલગ-અલગ મતદાન કરાવવાનો લાભ ભાજપને થઇ શકે એમ હોવાથી કોંગ્રેસ આ રાજ્યસભામાં ઉમેદવાર નહીં લડાવવાનો નિર્ણય કરે એવી પ્રભળ સંભાવના છે.

Image result for gujarat rajya sabha election

ત્યારે જો કોંગ્રેસ ઉમેદવારી જ નહિં કરે તો રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક અને બંન્ને બેઠક ભાજપ ચૂટણી અગાઉ જ જીતી જાય અને ચૂંટણીપંચ તેની સત્તાવાર જાહેરાત કરશે. ત્યારે હાલ તો કોંગ્રેસના સત્તાવાર નિર્ણયની જાહેરાત ઉપર સૌની નજર રહેશે. બાકી જોચૂંટણી યોજાય તો ભાજપના બંન્ને ઉમેદવાર રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલ સહિત ભાજપના સિનિયરનેતાની ઉપસ્થિતિમાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસ 18 ફેબ્રુઆરીએ વિજય મુહુર્તમાં 12,39 કલાકે ઉમેદવારી કરશે.

અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી સાથે રાજ્યસભામાં પણ વધુ 2 બેઠકોનો ઉમેરો કરશે.  વર્તમાન 11 બેઠકોમાં 4 બેઠકો કોંગ્રેસ પાસે છે. તેમાં વધુ એક બેઠકનું નુક્સાન કોંગ્રેસને થતાં ભાજપની 8 અને કોંગ્રસની 3 બેઠકો વધશે. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ 11 બેઠકોનું છે.  જેમાં ભાજપને વધુ રાજકીય ફાયદો થશે. જેનો લાભ પણ ગુજરાત ભાજપ સાથે-સાથે ગુજરાતની પ્રજાને દિલ્હી સુધી કેન્દ્રીય યોજનાના અમલ હેતુ મળશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ