Fraud/ Byju’sએ BCCIને 158 કરોડનો ચૂનો ચોપડ્યો! વાંચો સમગ્ર વિગત

Byju’sએ BCCIને 158 કરોડની છેતરપિંડી કરી છે. BCCI વારંવાર નોટિસ મોકલતું રહ્યું, પરંતુ Byju’s પૈસા ભરવાનું નામ નથી લઈ રહ્યું.

Top Stories India
WhatsApp Image 2023 12 05 at 4.00.33 PM Byju'sએ BCCIને 158 કરોડનો ચૂનો ચોપડ્યો! વાંચો સમગ્ર વિગત

ઓનલાઈન શૈક્ષણિક સંસ્થા Byju’sએ BCCI સાથે મોટી છેતરપિંડીનો પ્રયાસ કર્યો છે. Byju’sએ BCCIને 158 કરોડનો ચૂનો લગાવ્યો છે, જેનાથી BCCIને મોટો ફટકો પડ્યો છે. BCCI દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં પણ કંપની પૈસા ચૂકવી રહી નથી. જણાવીએ શું છે સમગ્ર મામલો. બીસીસીઆઈ Byju’sની જાળમાં કેવી રીતે ફસાઈ અને હવે 158 કરોડ રૂપિયા દાવ પર છે.

BCCIએ Byju’sને પૈસા ચૂકવવા માટે 2 અઠવાડિયાનો સમય આપ્યો છે. જો આ સમયમર્યાદા બાદ પણ Byju’s પૈસા નહીં ચૂકવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ મામલો આ વર્ષે 8 સપ્ટેમ્બરે જ પ્રકાશમાં આવ્યો હતો, પરંતુ સત્તાવાર રીતે આ કેસ 15 નવેમ્બરે નોંધવામાં આવ્યો હતો. આ મામલાની સુનાવણી BCCI અને Byju’sની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ગયા મહિનાની 28મી તારીખે થવાની હતી, પરંતુ હવે આ મામલે સુનાવણી 22મી ડિસેમ્બરે થવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, Byju’sએ BCCI, ICC અને FIFA સાથે બ્રાન્ડિંગ પાર્ટનરશિપ કરી હતી. આ કોન્ટ્રાક્ટ્સ 2023માં ફરીથી રિન્યુ કરવાના હતા, પરંતુ કંપનીએ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ EDએ FEMA ઉલ્લંઘન કેસમાં થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ અને Byju’s વિરુદ્ધ કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ મામલે બાયજસના માલિક તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આવી સ્થિતિમાં આગામી સુનાવણીમાં આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: