Not Set/ ભારત-ચીન વિવાદ પર ઓવૈસીનો તંજ, જ્યારે કોઇ ઘૂસ્યુ જ નથી તો પીછેહઠ કેવી રીતે?

લદ્દાખમાં આખરે ચીની સેનાનાં પીછેહઠ મામલે લોકસભાનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સોમવારે એક ટ્વીટમાં ઘણા સવાલો પૂછ્યા. તેમણે કહ્યું કે, ‘ડી-એસ્કેલેશન‘ પ્રક્રિયા શરૂ કરવા માટે ચીનનો અર્થ શું છે? તેમણે કહ્યું કે, ‘જ્યારે કોઈ પ્રવેશ્યુ જ નથી ત્યારે પાછા કેવી રીતે જાઓ છો?’ તેમણે વિદેશ પ્રધાન એસ જયશંકરનાં નિવેદનને લઈને ત્રણ સવાલો […]

India
e16d3322cb4bcb716cc7018dbaa33b86 1 ભારત-ચીન વિવાદ પર ઓવૈસીનો તંજ, જ્યારે કોઇ ઘૂસ્યુ જ નથી તો પીછેહઠ કેવી રીતે?

લદ્દાખમાં આખરે ચીની સેનાનાં પીછેહઠ મામલે લોકસભાનાં સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સોમવારે એક ટ્વીટમાં ઘણા સવાલો પૂછ્યા. તેમણે કહ્યું કે, ‘ડી-એસ્કેલેશનપ્રક્રિયા શરૂ કરવા માટે ચીનનો અર્થ શું છે? તેમણે કહ્યું કે, જ્યારે કોઈ પ્રવેશ્યુ જ નથી ત્યારે પાછા કેવી રીતે જાઓ છો?’ તેમણે વિદેશ પ્રધાન એસ જયશંકરનાં નિવેદનને લઈને ત્રણ સવાલો ઉઠાવ્યા.

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, વિદેશ પ્રધાન એસ જયશંકરે સોમવારે માહિતી આપી હતી કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને ચીનનાં સ્ટેટ કાઉન્સિલર વાંગ યી સાથે તેમણે ફોન પર વાતચીત કરી છે અને બંને દેશો વચ્ચેનાં તણાવને ઘટાડવા માટે પરસ્પર સંમતિથી એલએસીમાંથી બંને દેશોનાં જવાનોને પાછા બોલાવવા અને ભારત-ચીન સરહદ પર બંને દેશો વચ્ચે ડી-એસ્કેલેશનની પ્રક્રિયા દ્વારા શાંતિ જાળવવા ચર્ચા કરવામાં આવી હતી.

ઓવૈસીએ તેમના નિવેદન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘મારે ત્રણ સવાલો છે…

1. ડી-એસ્કેલેશનનો અર્થ એ છે કે તેને જે ઇચ્છે છે તેને તે કરવા દેવામાં આવે?’

2. વડા પ્રધાનનાં કહેવા પ્રમાણે, “ત્યાં કોઈ ઘૂંસપેંઠ નથી, ઘૂસણખોરી નથી”, પછી ડી-એસ્કેલેશન એટલે શું?

3. આપણે ચીન ઉપર કેમ વિશ્વાસ કરી રહ્યા છીએ, તે 6 જૂને પણ ડી-એસ્કેલેશન પર સંમત થઈ ગયું હતુ?