Not Set/ અમદાવાદ/ ખારીકટ કેનાલમાં ડ્રેનેજનું પાણી આવતા લોકોનું જીવન બન્યુ દુસ્કર

અમદાવાદની ખારીકટ કેનાલમા ડ્રેનેજનું પાણી આવી રહ્યુ છે. પ્રદુષિત પાણી અને ગંદકીનાં કારણે આસપાસનાં રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે. એમસીએ એ મોટા ઉપાડે વર્ષ 2018માં જાહેરાત કરી હતી કે, ખારીકટ કેનાલને ચોખ્ખી કરી સીસીટીવી લગાવામાં આવશે. આ માટે મોટા પાયે સફાઇનો કાર્યક્રમ યોજી મશીનરી અને મજૂરોની […]

Ahmedabad Gujarat
189f9a17278438f4ef13e8e60c984726 અમદાવાદ/ ખારીકટ કેનાલમાં ડ્રેનેજનું પાણી આવતા લોકોનું જીવન બન્યુ દુસ્કર
189f9a17278438f4ef13e8e60c984726 અમદાવાદ/ ખારીકટ કેનાલમાં ડ્રેનેજનું પાણી આવતા લોકોનું જીવન બન્યુ દુસ્કર

અમદાવાદની ખારીકટ કેનાલમા ડ્રેનેજનું પાણી આવી રહ્યુ છે. પ્રદુષિત પાણી અને ગંદકીનાં કારણે આસપાસનાં રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. ચોમાસામાં મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાનો ભય ફેલાઈ રહ્યો છે. એમસીએ એ મોટા ઉપાડે વર્ષ 2018માં જાહેરાત કરી હતી કે, ખારીકટ કેનાલને ચોખ્ખી કરી સીસીટીવી લગાવામાં આવશે.

આ માટે મોટા પાયે સફાઇનો કાર્યક્રમ યોજી મશીનરી અને મજૂરોની મદદથી સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી. નેતાઓ, કોર્પોરેટરો એ ફોટા પડાવ્યા હતા પણ પરિસ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. આજે પણ વિવિધ જગ્યાએથી ડ્રેનેજનાં પાણી કેનાલમા આવી રહ્યા છે. ઓઢવ વિસ્તારમાં કેનાલમાં ડ્રેનેજનુ પાણી આવી જતા દુર્ગધ ખૂબ આવી રહી છે, જેના કારણે આસ-પાસનાં રહીશોનું જીવન દુસ્કર બન્યુ છે.

આ કેનાલમા કચરો પણ ખૂબ જોવા મળે છે. આ કેનાલમાં મોટા પાયે કચરો નાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સીસીટીવી લગાવામા આવ્યા છે જેથી કચરો નાંખનારાને પકડી શકાય પરંતુ કેનાલમાં કચરો છતા પણ જોવા મળે છે. ત્યાર પ્રશ્ન એ થાય કે સીસીટીવી દ્વારા કેમ ગંદકી કરનાર સામે પગલા ભરવામાં આવતા નથી? ગંદકી અને ચોમાસાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. સ્થાનિકોનું માનીએ તો કોર્પોરેટર, ધારાસભ્ય ને અનેકોવાર રજુઆત કરવા છતાં આ અંગે કોઈ પગલાં લેવાયા નથી. કેનાલમાં આવતુ ડ્રેનેજનું પાણી ક્યારે બંધ થશે, ક્યારે તેમા કચરો દૂર કરાશે તે હવે જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.