Not Set/ SC નો મોટો નિર્ણય/ 31 માર્ચ બાદ સેલ થયેલા BS-4 વાહનોનું નહી થાય રજિસ્ટ્રેશન

દેશભરમાં 31 માર્ચથી BS-4 વાહનોનાં વેચાણ પર પ્રતિબંધનાં કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે BS-4 વાહનો અંગે મોટો ચુકાદો આપતા તેના અગાઉનાં આદેશને પરત લીધો છે. કોર્ટે કહ્યું કે, નવા ચુકાદા હેઠળ, 31 માર્ચ પછી વેચાણ થયેલા BS-4 વાહનની નોંધણી થશે નહીં. બુધવારે સુપ્રીમ કોર્ટે BS-4 વાહનો વેચવા માટે ઓટોમોબાઈલ ડીલરોને […]

India
6603f07c975dd68eef9ef2b8708a0c4f SC નો મોટો નિર્ણય/ 31 માર્ચ બાદ સેલ થયેલા BS-4 વાહનોનું નહી થાય રજિસ્ટ્રેશન
6603f07c975dd68eef9ef2b8708a0c4f SC નો મોટો નિર્ણય/ 31 માર્ચ બાદ સેલ થયેલા BS-4 વાહનોનું નહી થાય રજિસ્ટ્રેશન

દેશભરમાં 31 માર્ચથી BS-4 વાહનોનાં વેચાણ પર પ્રતિબંધનાં કેસમાં સુપ્રીમ કોર્ટે બુધવારે ફરી સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે BS-4 વાહનો અંગે મોટો ચુકાદો આપતા તેના અગાઉનાં આદેશને પરત લીધો છે.

કોર્ટે કહ્યું કે, નવા ચુકાદા હેઠળ, 31 માર્ચ પછી વેચાણ થયેલા BS-4 વાહનની નોંધણી થશે નહીં. બુધવારે સુપ્રીમ કોર્ટે BS-4 વાહનો વેચવા માટે ઓટોમોબાઈલ ડીલરોને લોકડાઉન સમયગાળા બાદ 10 દિવસનો સમય દેવાનાં પહેલા આદેશને પરત લઇ લીધો છે અને આદેશ આપ્યો કે, 10 દિવસ દરમિયાન વેચાણ થયેલા વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.

સુપ્રીમ કોર્ટે 27 માર્ચે વધુ 10 દિવસની મંજૂરી આપી હતી કારણ કે એસોસિએશન ઓફ ડીલર્સે વિનંતી કરી હતી કે તે લોકડાઉન સમયગાળા દરમિયાન વાહનોનું વેચાણ કરી શકશે નહીં, કારણ કે BS-4 ધોરણો 1 એપ્રિલથી લાગુ થશે અને છ દિવસનું નુકસાન તશે. જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ કેસમાં કોર્ટનાં આદેશની સાથે “છેતરપિંડી” કરવા બદલ એસોસિએશનને ઠપકો આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.