Not Set/ રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોતનાં નજીકનાં લોકો પર આવકવેરા વિભાગનાં દરોડા

કોરોનાકાળ વચ્ચે આજે રાજસ્થાનમાં રાજકીય ધમાલ ચાલી રહી છે. અહી CM ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે કોઇ મતભેદ હોવાનુ સામે આવી રહ્યુ છે. આ સમગ્ર ધમાલ વચ્ચે આવકવેરા વિભાગે મુખ્યમંત્રી અશોક ગેહલોતની નજીક રહેલા લોકો પોતાની પકડ કડક કરવાનું શરૂ કરી દીધું છે. આવકવેરા વિભાગનાં 200 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ દિલ્હી અને રાજસ્થાનમાં ઘણી […]

India
b26b6dedfec2e5de3e0062953e92aba1 1 રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે CM ગેહલોતનાં નજીકનાં લોકો પર આવકવેરા વિભાગનાં દરોડા

કોરોનાકાળ વચ્ચે આજે રાજસ્થાનમાં રાજકીય ધમાલ ચાલી રહી છે. અહી CM ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે કોઇ મતભેદ હોવાનુ સામે આવી રહ્યુ છે. આ સમગ્ર ધમાલ વચ્ચે આવકવેરા વિભાગે મુખ્યમંત્રી અશોક ગેહલોતની નજીક રહેલા લોકો પોતાની પકડ કડક કરવાનું શરૂ કરી દીધું છે.

આવકવેરા વિભાગનાં 200 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ દિલ્હી અને રાજસ્થાનમાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા અશોક ગેહલોતની નજીકનાં ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરાનાં ઠેકાણે પાડવામા આવ્યા છે. આવકવેરા વિભાગની ટીમ ઝવેરાત પેઢીનાં માલિક અને સીએમ અશોક ગેહલોતની નજીકનાં રાજીવ અરોરાનાં ઠેકાણાઓ પર પહોંચી હતી. તેમના ઘર અને ઓફિસમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ દરોડાની માહિતી સ્થાનિક પોલીસને આપવામાં આવી નહોતી. આવકવેરા વિભાગની ટીમ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ સાથે દરોડા પાડી રહી છે.

આવકવેરા વિભાગ રાજીવ અરોરા ઉપરાંત ધર્મેન્દ્ર રાઠોડનાં નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડી રહી છે. ધર્મેન્દ્ર અરોરા પણ સીએમ અશોક ગેહલોતની નજીક હોવાનું કહેવાય છે. સૂત્રો કહે છે કે રાજીવ અરોરા અને ધર્મેન્દ્ર રાઠોડ પર દેશની બહાર કરવામાં આવતા વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.