Not Set/ રાહુલની ટ્વીટનાં પડઘા; ગુના મામલે ઉચ્ચ અધિકારીઓ બરતરફ, બાકીનાં કેસમાં શું?

મધ્ય પ્રદેશનાં ગુનામાં એક ખેડૂત દંપત્તિ પર પોલીસની બરબરતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે બાદ રાહુલ ગાંધીએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ્સથી આ વીડિયો શેર કર્યો છે. જણાવી દઇએ કે,પોલીસે મંગળવારે મધ્ય પ્રદેશનાં ગુનામાં આવી હતી અને ખેડૂત દંપતીને લાકડીઓ વડે માર માર્યો હતો. જેને લઇને હવે પોલસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.  ગુનામાં ભાડેથી જમીનની ખેતી કરતા ખેડૂત પતિ […]

India
17bca15a862ae904982dda705b893844 રાહુલની ટ્વીટનાં પડઘા; ગુના મામલે ઉચ્ચ અધિકારીઓ બરતરફ, બાકીનાં કેસમાં શું?
17bca15a862ae904982dda705b893844 રાહુલની ટ્વીટનાં પડઘા; ગુના મામલે ઉચ્ચ અધિકારીઓ બરતરફ, બાકીનાં કેસમાં શું?

મધ્ય પ્રદેશનાં ગુનામાં એક ખેડૂત દંપત્તિ પર પોલીસની બરબરતાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે બાદ રાહુલ ગાંધીએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ્સથી આ વીડિયો શેર કર્યો છે. જણાવી દઇએ કે,પોલીસે મંગળવારે મધ્ય પ્રદેશનાં ગુનામાં આવી હતી અને ખેડૂત દંપતીને લાકડીઓ વડે માર માર્યો હતો. જેને લઇને હવે પોલસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 

ગુનામાં ભાડેથી જમીનની ખેતી કરતા ખેડૂત પતિ પત્નીએ પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના પર બોલિવૂડનાં કલાકારોથી લઇને નેતાઓ પણ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. બુધવારે વાયરલ થયેલા આ વીડિયો પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કાર્યવાહી કરી હતી. તપાસનાં આદેશો સાથે ગુનાનાં કલેક્ટર અને એસપીને હટાવવામાં આવ્યા છે. દરમિયાન, વિપક્ષી સરકાર ભારતીય જનતા પાર્ટી સરકાર પર સતત પ્રહારો કરી રહી છે.

દલિત દંપતીને માર મારવાનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જ્યાં એક ખેડૂત દંપતીને અધિકારીઓ દ્વારા ખરાબ રીતે માર મારવામાં આવી રહ્યો છે અને તેમના બાળકો રડતા રડતા તેમને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. વહીવટીતંત્રની આ કાર્યવાહીથી ત્રસ્ત થઇને દંપતીએ જંતુનાશક દવા પી લીધી હતી અને હવે સ્થિતિ વધારે ગંભીર બની છે. વિવાદ બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ગુનાનાં કલેક્ટર અને એસપીને હટાવવામાં આવ્યા હતા, આ મામલાની તપાસનાં આદેશો આપવામા આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ મામલે રાજ્યની સરકારે તપાસનાં આદેશ આપી દીધા છે, પરંતુ આવા ઘણા કેસ છે જેની તપાસ ક્યારે થશે, ક્યારે પીડિતને ન્યાય મળશે, તે આજે પણ એક મોટો સવાલ છે. તાજેતરમાં સામે આવેલા આ વીડિયોએ ઘણા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યુ છે. જોવાનુ રહેશે કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.