Not Set/ અમદાવાદ/ માધવપુરા પોલીસે નકલી પોલીસનો કર્યો પર્દાફાશ

કોરોનાનાં કપરાકાળમાં પણ લોકો ગુનાખોરીમાં આગળ બની રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકો પાસે પૈસા પડાવતો યુવક ઝડપાયો છે. માધવપુરા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીનાં પુત્ર એક્ટીવા લઇને શાહિબાગ તરફ જતા હતા. તે સમયે બાઇક પર આવેલા બે શખ્સોએ પોતે કાલુપુર ક્રાઇમબ્રાંચમાં હોવાની ઓળખ આપીને ગાડીની ડેકી ખોલવાનુ અને ગાડી […]

Ahmedabad Gujarat
23373432a68f73cf2a7944dd815d0b27 અમદાવાદ/ માધવપુરા પોલીસે નકલી પોલીસનો કર્યો પર્દાફાશ
23373432a68f73cf2a7944dd815d0b27 અમદાવાદ/ માધવપુરા પોલીસે નકલી પોલીસનો કર્યો પર્દાફાશ

કોરોનાનાં કપરાકાળમાં પણ લોકો ગુનાખોરીમાં આગળ બની રહ્યા છે. આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં નકલી પોલીસ બનીને લોકો પાસે પૈસા પડાવતો યુવક ઝડપાયો છે. માધવપુરા વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીનાં પુત્ર એક્ટીવા લઇને શાહિબાગ તરફ જતા હતા. તે સમયે બાઇક પર આવેલા બે શખ્સોએ પોતે કાલુપુર ક્રાઇમબ્રાંચમાં હોવાની ઓળખ આપીને ગાડીની ડેકી ખોલવાનુ અને ગાડી ચેકિંગ કરવાનુ જણાવ્યું હતુ.

નકલી પોલીસ બનીને આવેલા બન્ને શખ્સ સિવિલ ડ્રેસમાં હોવાથી યુવકે આઇકાર્ડ માંગતા બાઇક ચલાવતો શખ્સ બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. ત્યારે અન્ય એક શખ્સ ભાગવામાં નીષ્ફળ રહ્યો હતો. આ મામલે માધવપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે યુસુફ સંધી નામનાં શખ્સની ધરપકડ કરી હતી. આરોપીની પાસેથી પોલીસને વીઆઇપી બંદોબસ્તનાં પોલીસનાં આઇકાર્ડ જેવુ નર્મદા પોલીસનું ફેક આઇકાર્ડ તેમજ આરોપી યુસુફ અગાઉ  AMTS માં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવીંગ કરતો હોવાનાં પુરાવા પણ મળી આવ્યા છે. માધુપુરા પોલીસે આરોપીએ અગાઉ કોઇ વ્યક્તિને પોતે પોલીસની ઓળખ આપીને પૈસા પડાવ્યા છે કે કેમ તેમજ ફરાર આરોપીની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.