Not Set/ અમદાવાદ/ મનપાએ શહેરની આ  હોસ્પિટલનો કોવિડનો દરજ્જો રદ કર્યો

 ગુજરાત રાજયમા કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે. રાજમા કોરોના સંક્રમિતોની સંખ્યા 51000ને પાર કરી ચૂકી છે. ત્યારે હજૂપણ રાજ્યમાં કોરોના સંક્રમિતોના આંકડા ચિંતા જનક રીતે વધી રહ્યા છે. ત્યારે એક સર્વે અનુસાર અમદાવાદ શહેરેમાં 49% વસ્તી કોરોના સંક્રમિત બની છે. ત્યારે જ અમદાવાદ મનપા દ્વારા શહેરની કેટલીક હોસ્પિટલોને કોવિડ નો દરજ્જો પાછો ખેચી લેવામાં આવ્યો […]

Ahmedabad Gujarat
6483364e67d5e34fb6cfc950b590320e અમદાવાદ/ મનપાએ શહેરની આ  હોસ્પિટલનો કોવિડનો દરજ્જો રદ કર્યો
6483364e67d5e34fb6cfc950b590320e અમદાવાદ/ મનપાએ શહેરની આ  હોસ્પિટલનો કોવિડનો દરજ્જો રદ કર્યો ગુજરાત રાજયમા કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે. રાજમા કોરોના સંક્રમિતોની સંખ્યા 51000ને પાર કરી ચૂકી છે. ત્યારે હજૂપણ રાજ્યમાં કોરોના સંક્રમિતોના આંકડા ચિંતા જનક રીતે વધી રહ્યા છે. ત્યારે એક સર્વે અનુસાર અમદાવાદ શહેરેમાં 49% વસ્તી કોરોના સંક્રમિત બની છે. ત્યારે જ અમદાવાદ મનપા દ્વારા શહેરની કેટલીક હોસ્પિટલોને કોવિડ નો દરજ્જો પાછો ખેચી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મનપા  દ્વારા શહેરની ચાર હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકેનો દરજ્જો રદ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની પાલડીમાં આવેલ બોડીલાઈન હોસ્પિટલ, આશ્રમરોડ પર આવેલ સેવિયર એનેક્સ હોસ્પિટલ, સેટેલાઈટ પર તપન હોસ્પિટલને કોવિડ કેર હોસ્પિટલ તરીકે નોટીફાઈડ કરી હતી.

આ ચાર હોસ્પિટલોમાં પ્રાઈવેટ બેડ ક્વોટાની સરખામણીએ એએમસી બેડના દર્દીઓને ઓછી અને ખામીમુક્ત સેવાઓ અપાતી હોવાનું કમિટીએ રિપોર્ટ આપતા કોવિડ હોસ્પિટલ તરીકે તાત્કાલિક અસરથી રદબાતલ કરી છે. એટલુ જ નહીં હવે આ હોસ્પિટલમાં કોવિડનો કોઈપણ દર્દી ખાનગી કે એએમસી ક્વોટા પર સારવાર લઈ શકશે નહીં.  AMC દ્વારા વિવિધ કોવિડ હોસ્પિટલની ચકાસણી માટે ચાર સભ્યોની મેડિકલ એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી.

આ કમિટી દ્વારા ઉપરોક્ત ચારેય હોસ્પિટલ સ્થળ તપાસ કરતા વધુ કેસ ફેટાલીટી રેટ, ઓછા બેડ, ઓછી એક્યુપન્સી, પ્રાઈવેટ બેડ ક્વોટાની સરખામણીએ એએમસી બેડ ક્વોટોમાં ખુબ જ ઓછા દર્દીઓને સારવાર સંતોષકારક ડેટા મેનેજમેન્ટનો અભાવ વગેરે બાબતો ધ્યાન પર આવતા કમિટીએ ઉપરોક્ત ચાર હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ તરીકે ડિનોટિફાય કરવા અંગે ભલામણ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશ્નરને સુપ્રત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.