Not Set/ કોરોનાકાળમાં મોદી બન્યા વધુ સ્ફૂર્તિલા, સતત વ્યસ્ત PMએ એક માસમાં 50થી વધુ મિટિંગ કરી

  ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સામેની લડાઈમાં અનેક વખત મહત્ત્વની મિટિંગ યોજી છે. એ પછી લોકડાઉનનો નિર્ણય હોય કે આત્મનિર્ભર ભારત અંગેનું સંબોધન. ગત મહિનામાં તેમણે કોરોના વિષયલક્ષી કુલ 50થી વધારે મિટિંગ કરી છે. જેમાં 50થી વધારે પ્રેઝન્ટેશન અને રીવ્યૂનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાહત પેકેજલક્ષી મિટિંગ, અનલોકિંગ અને મોટા નિર્ણય માટેની યોજનાઓનો […]

Uncategorized
7bba2a8ba785883188465372806ddc8e 1 કોરોનાકાળમાં મોદી બન્યા વધુ સ્ફૂર્તિલા, સતત વ્યસ્ત PMએ એક માસમાં 50થી વધુ મિટિંગ કરી
 

ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સામેની લડાઈમાં અનેક વખત મહત્ત્વની મિટિંગ યોજી છે. એ પછી લોકડાઉનનો નિર્ણય હોય કે આત્મનિર્ભર ભારત અંગેનું સંબોધન. ગત મહિનામાં તેમણે કોરોના વિષયલક્ષી કુલ 50થી વધારે મિટિંગ કરી છે. જેમાં 50થી વધારે પ્રેઝન્ટેશન અને રીવ્યૂનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાહત પેકેજલક્ષી મિટિંગ, અનલોકિંગ અને મોટા નિર્ણય માટેની યોજનાઓનો પણ સમાવેશ થાય છે. નિયમિત સંવાદ અને જાહેર ક્ષેત્રના કાર્યક્રમોમાં ગેરહાજરીને કારણે પ્રધાનમંત્રી મોદીજીએ ડિજિટલ પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કર્યો છે. વર્ચ્યુઅલ ચર્ચામાં અનેક મુદ્દાલક્ષી રજૂઆત કરી ચૂક્યા છે. એ પછી મુખ્યમંત્રી સાથેની મિટિંગ હોય કે જનસંવાદ..

જુદા જુદા સેક્ટરના અનેક લોકો સાથે તેમણે 2 કલાકના ગાળા સાથે એમ મળીને કુલ 1000 કલાક મિટિંગ યોજી છે. જેમાં 10 જેટલા વ્યક્તિઓ જોડાયા હતા. એવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. રાજકીય નિષ્ણાંતો એને બ્રેઈનસ્ટ્રોમિંગ સેશનથી ઓળખે છે. જેમાં અર્થતંત્રને વેગ આપવાની વાત, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વિદેશ નીતિ જેવા મુદ્દાઓની ચર્ચા થઈ હતી. આ વર્ષમાં તેમણે કોઈ પ્રકારની મોટી સમિટમાં ભાગ લીધો નથી પણ અને સેક્ટરને રિફોર્મ અને નવજીવન આપવામાં તેમણે ઓનલાઈન પ્લેટફોર્મનો સહારો લીધો છે. આંતરમાળખાની મિટિંગમાં પણ તેમણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વીડિયોય કોન્ફરન્સથી સમગ્ર આયોજન જણાવ્યું હતું. હેલ્થી લઈને ટેક્સ સુધીના તમામ પાસાઓમાં ટેકનોલોજીનો કેવી રીતે અને કેવો ઉપયોગ થઈ શકે એ માટે તેમણે ઉદાહરણ સાથે છણાવટ કરી હતી. આ તમામ વસ્તુઓ ડિજિટલ પ્લેટફોર્મ પરથી પ્રસારિત થયું. 

આ સિવાય વેલફેર પોલીસી, ગરીબો માટેના રાહત પેકેજ, મધ્યમ વર્ગની સુવિધાઓ, હેતુંઓ તથા જીવનશૈલી લક્ષી અનેક કાર્યક્રમનો એમાં સમાવેશ થાય છે. ખાસ કરીને વીડિયો બેઝ કન્ટેન્ટનો ઉપયોગ કરીને તેઓ દેશના લાખો લોકો સુધી પહોંચ્યા છે. આ પ્રકારના પગલા અને પ્રક્રિયામાં પોર્ટ ડેવલપમેન્ટ, ડિજિટલ પેમેન્ટ, અર્થતંત્રને વેગ આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ, ટેકનોલોજીનો વૈકલ્પિક ઉપયોગ સહિતના અનેક પ્લેટફોર્મને વેગ આપવાની વાત તેમણે કરી છે. આ સિવાય દરેક રાજ્યને પોતાની ટેકનિકલ ક્ષમતાનો વિસ્તાર કરવા, ટેકનિકલ રીતે સક્ષમ થવા અને ઓનલાઈન શિક્ષણને વેગ આપવા માટે પગલાં લેવા માટેની વાત ડિજિટલ પ્લેટફોર્મ પરથી કરી છે. ખાસ કરીને રાજ્ય ટેકનિકલી એક મોટા સ્તર સુધી પહોંચીને સરકાર લક્ષી પ્રવૃતિઓને વેગ આપે એવો પણ એમનો હેતું છે. આ સિવાય તેમણે નીતિ આયોગે તૈયાર કરેલું એક પ્રેઝન્ટેશન પણ માણ્યું હતું. 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઈકોનોમી એડવાઈઝરી કાઉન્સિલ અને નાણા મંત્રાલયે આ મહામારી સામે લડવા માટે અનેક મોટા પગલાં લીધા છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હજું ઘણા એવા ટેકનિકલ પ્રોજેક્ટ કતારમાં છે. બીજી તરફ રીયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી વેગવંતા પ્રયત્નો કેવી રીતે કરી શકાય એ માટે પણ વિચારણા થઈ રહી છે. ફરી માંગ કેવી રીતે ઊભી થઈ શકે એ માટેના પગલાંની વિચારણા થઈ રહી છે. આ માટે નાસકોમ સાથે ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત દેશમાં શ્રેષ્ઠ ડેટા ગવર્નન્સ માટે પણ પ્રયાસો શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ડિજિટલ ડિવાઈસની મદદથી ગ્રામિણ વિસ્તારમાં કેવી રીતે ક્નેક્ટિવિટી વધારી શકાય એ અંગેના પ્લાનિંગ પણ થઈ રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews