Not Set/ રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ- મૂડીવાદીઓને દેશની સંપત્તિ આપવાની તૈયારીમાં છે સરકાર

  કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી સરકારનાં સતત કાન પકડવાનું કામ કરી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકારની નીતિઓ પર નિશાનો સાધ્યો છે. રાહુલે આજનાં દિવસમાં એક પછી એક ટ્વિટ કર્યા છે. જેમા અંતિમ ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દેશની સંપત્તિ નજીકનાં મૂડીવાદીઓને સોંપવાની રણનીતિ પર […]

India
71ea0de7980ce6815f7ea42be1dca488 રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ- મૂડીવાદીઓને દેશની સંપત્તિ આપવાની તૈયારીમાં છે સરકાર
71ea0de7980ce6815f7ea42be1dca488 રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ- મૂડીવાદીઓને દેશની સંપત્તિ આપવાની તૈયારીમાં છે સરકાર 

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી સરકારનાં સતત કાન પકડવાનું કામ કરી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકારની નીતિઓ પર નિશાનો સાધ્યો છે. રાહુલે આજનાં દિવસમાં એક પછી એક ટ્વિટ કર્યા છે. જેમા અંતિમ ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દેશની સંપત્તિ નજીકનાં મૂડીવાદીઓને સોંપવાની રણનીતિ પર કામ કરી રહી છે.

ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની સંપત્તિને મૂડીવાદીઓનાં હવાલે કરવાની ભારત સરકારની આ ઓપરેશનલ વ્યૂહરચના…

1. PSUs ને આર્થિક રીતે અસ્થિર બનાવો.

2. મીડિયા અભિયાન અંતર્ગત, એવું કહેતા કે તે અપ્રતિસ્પર્ધી છે, તે મૂડીવાદીઓને આપવું જોઈએ.

3. નજીકનાં મૂડીવાદીઓને દાન તરીકે વેચવું.